રાજકોટમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો

0
0

રાજકોટમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતાં તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબ દ્વારા ચેક કરાતાં તે પાંચ માસની સગર્ભા હોવાનું જણાતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાની માતાએ પૂછપરછ કરતાં તેના પિતરાઈ ભાઈ દ્વારા જ તેના પર અનેક વખત દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

સગીરાની માતાએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ અંગે સગીરાની માતાએ આજીડેમ પોલીસ મથકમાં આરોપી પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે મારી સગીર વયની દીકરી જે ધો.12માં અભ્યાસ કરે છે. તેણે પોતાના ફ્રેન્ડ સમીર સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરતી હોય, જે વાતની જાણ ભૌતિક ઉર્ફે રવિ જેઠવાને થતાં તેણે મારી પુત્રીનો ફોન લઇ એમાંથી વાતચીતનો સ્ક્રીનશોટ પાડી પોતાના મોબાઇલમાં લઇ લીધો હતો.

બેવાર દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ત્યાર બાદ ભૌતિકે પુત્રીને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ભૌતિક ઉર્ફે રવિએ સગીરાને કહ્યું હતું, હું તને જેમ કહું એમ નહિ કરે તો પોતાના મોબાઇલમાં રહેલા સ્ક્રીનશોપ પિતાને બતાવી દઇશ અને તને તથા તારી માતાને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપતો હતો. એકવાર સગીરાને બળજબરીથી મવડી ચોકડીએ આવેલી ભૌતિક ઉર્ફે રવિએ પોતાની ફાઇનાન્સની ઓફિસમાં લઇ જઇ ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આમ છ માસમાં બે-બે વાર દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી હતી.

પોલીસે આરોપીને શોધવા તપાસ આદરી
આજીડેમ પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ, પોકસો અને ધમકી સહિત IPCની કલમ 363, 366, 376 (2) (N), 506(2), પોકસો એકટ 5 (J)(2) અને 6 મુજબ ગુનો નોંધી PI વી.જે.ચાવડા અને રાઇટર જાવેદભાઇ રિઝવીએ આરોપી ભૌતિક ઉર્ફે રવિ પ્રવીણભાઇ જેઠવાની શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here