રાજકોટમાં ભાજપે નિયમ નેવે મુકી હેલમેટ વગર બાઈક રેલી યોજી, પોલીસ મુક પ્રેક્ષક બની

0
102

રાજકોટ : ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને રાજકોટમાં બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં કોઈ પણ કાર્યકર્તાઓએ હેલમેટ પહાર્યા ન હતા.એક તરફ પોલીસ ટ્રાફિક ટ્રાઈવ ચલાવી રહી છે અને હેલમેટ વગર વાહન ચલાવતા વાહનચાલકોને દંડ ફટકારી રહી છે. પરંતુ ભાજપની રેલીમાં કોઈએ હેલમેટ પહેર્યા ન હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને ઉભી હતી. જેને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે.

એક તરફ રાજકોટમાં 144ની કલમ લાગુ છે. જે અનુસંધાને 4 લોકો ભેગા ન થયા તેવુ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં ભાજપ દ્વારા આજે વિજય સંકલ્પ બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં કોઈ પણ લોકોએ હેલમેટ પણ પહેર્યા ન હતા. આમ ભાજપને કોઈ કાયદા-કાનૂન લાગુ ન પડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here