રાજકોટમાં મશીનરી બદલવા આજે 8 વોર્ડના 1.25 લાખથી વધુ લોકોના પાણી માટે વલખા

0
34

રાજકોટ: શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી ડેમમાં સૌની યોજનાથી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નવી સ્ટેન્ડ બાય મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે મંગળવારે શહેરના અલગ અલગ 8 વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી. જેના પગલે આજે નવા રાજકોટના અંદાજે 1.25 લાખથી વધુ લોકોને પીવાના પાણીનું વિતરણ બંધ રહેશે.

વોર્ડ નં.2 અને 8 પાર્ટ વિસ્તારમાં લો પ્રેશરથી પાણી વિતરણ

રાજકોટ મહાનગરપાલિકાના ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નવી સ્ટેન્ડ બાય મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે ન્યારા ઓફ ટેક આધારિત રેલનગર (વોર્ડ નં.3 પાર્ટ), બજરંગવાડી (વોર્ડ નં.2 અને 3 પાર્ટ), મવડી (12.30 પછીના વિસ્તારો વોર્ડ નં.8 પાર્ટ, 10 પાર્ટ અને 13 પાર્ટ) ચંદ્રેશનગર (વોર્ડ નં.8 પાર્ટ, 11 પાર્ટ અને 13 પાર્ટ), રિંગરોડ (વોર્ડ નં.9 પાર્ટ, 10 પાર્ટ) તથા રૈયાધાર (ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગ રોડ હેઠળ આવતા, વોર્ડ નં.1 પાર્ટ, 2 પાર્ટ, 9 પાર્ટ 10 પાર્ટ) પર આજે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. તેમજ સોજિત્રાનગર હેડ વર્કસ પરથી વોર્ડ નં.2 અને 8 પાર્ટ વિસ્તારમાં લો પ્રેશરથી પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here