Monday, September 20, 2021
Homeરાજકોટ : મહાપાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણીના ટેન્કર ભરી બારોબાર વેચી નાંખવાનું કૌભાંડ
Array

રાજકોટ : મહાપાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણીના ટેન્કર ભરી બારોબાર વેચી નાંખવાનું કૌભાંડ

રાજકોટ: શહેરના છેવાડાના વિસ્તાર અને ઝુંપડપટ્ટી તેમજ જ્યાં નળ કનેક્શન ન હોય ત્યાં ટેન્કર મારફતે આપવામાં આવતું પાણી બારોબાર વેચી નાખવાનું કૌભાંડ ભાજપના કોર્પોરેટરે ઝડપી લઇ 10 હજાર લીટરની કેપિસિટીવાળું ટેન્કર ભરવા રૈયાધાર નજીકના પાણીના ટાંકે આવેલા ડ્રાઇવરને ઝડપી લઇ મનપાની વિજિલન્સ શાખાના હવાલે કર્યો હતો. વોટરવર્કસ ચેરમેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મહાનગરપાલિકાનું પાણી કોંગ્રેસના આગેવાનોના ઇશારે બારોબાર વેચી નાખવામાં આવતું હતું. ટેન્કર અને ડ્રાઇવરને જવા દેવા રમેશ ઝુંઝા અને મોહન સિંધવે ધમકી પણ આપી હતી. વોર્ડ નં.1માં રૈયાધાર સ્લમ ક્વાર્ટસ પાસે મહાનગરપાલિકાએ પાણીનો ટાંકો બનાવ્યો છે. આ ટાંકામાંથી જ્યાં પાણીના કનેક્શન નથી તે વિસ્તાર ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં ટેન્કર મારફતે સવારથી બપોરે 1.30 વાગ્યા સુધી પાણીનું વિતરણ કરવામાં આવે છે.

ગરીબોને બદલે ટેન્કર રમેશ ઝુંઝા અને મોહન સિંધવના ઘેર જતું હતું: આ માટે શાંતિભાઇ નામની વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. દરમિયાન ગુરુવારે રાતે ભાજપના કોર્પોરેટર બાબુભાઇ આહીરને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો કે, રૈયાધાર પાણીના ટાંકેથી કેટલાક લોકો પાણીના ટેન્કર ભરીને બારોબાર વેચી નાખે છે. આથી બાબુભાઇ ઉપરાંત અશોકસિંહ જાડેજા અને યુવરાજસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો રૈયાધાર પાસે આવેલા પાણીના ટાંકાએ દોડી ગયા હતા. આ સમયે જીઆરપી 3449 નંબરના ટેન્કરમાં મહાનગરપાલિકાના ટાંકામાંથી ટેન્કર ભરાતું હતું. ટેન્કરના ચાલક અજય હરેશભાઇની પાણીનું ટેન્કર કોનું છે અને ક્યાં લઇ જવાનું છે તે અંગે બાબુભાઇ સહિતના આગેવાનોએ પૂછપરછ કરતાં પાણીનું ટેન્કર રમેશભાઇ ઝુંઝા અને મોહનભાઇ સિંધવના ઘેર લઇ જવાની ડ્રાઇવરે કબૂલાત આપી હતી.

રમેશભાઇ અને બાબુભાઇ પણ દોડી આવ્યા હતા: કોર્પોરેટર બાબુભાઇએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રમેશભાઇ અને મોહનભાઇ પણ થોડી જ વારમાં રૈયાધાર પાણીના ટાંકે દોડી આવ્યા હતા અને પાણીનું ટેન્કર તેમજ ડ્રાઇવરને જવા દેવા ધમકી આપી હતી. જો કે પોતે પોતાની વાત પર અડગ રહેતા કોંગ્રેસના ઉપરોક્ત આગેવાનો ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાબુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલુ થયું હતું. આ ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પણ જાણ કરવામાં આવતાં ડેપ્યુટી ઇજનેર વાઘેલા અને પટેલ ઉપરાંત વિજિલન્સના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. મોડીરાત્રે પાણી ભરેલું ટેન્કર અને ડ્રાઇવરને મનપાની વિજિલન્સ શાખાને સોંપી દેવાયા હતા. 22 વર્ષની ઉંમરના ડ્રાઇવર પાસે હેવી લાઇસન્સ હોવાનું પણ કોર્પોરેટરે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments