રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે સામાન્ય બાબતે વકીલની ધોલાઈ કરી,

0
28

રાજકોટ:શહેરના મોચીબજાર પાસે આવેલી કોર્ટ નજીક ધમાલ મચી ગઈ હતી. મહિલા કોન્સ્ટેબલ અને તેની સાથેનાં એક વ્યક્તિએ વકીલને જાહેરમાં આડેહાથ લીધો હતો. મહિલા કોન્સ્ટેબલ એટલી હદે ઉશ્કેરાયા હતાં કે વકીલને લાકડી અને થપડ્ડ પર થપડ્ડો ઝીંકતા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતાં. બનાવ અંગેની જાણ એ ડિવિઝન પોલીસને થતાં સ્થળ પર પહોંચી હતી અને તમાને પોલીસ મથકે લઈ જવાયા હતા. પીઆઈ એન.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, બંને પક્ષે કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં બંનેને જવા દેવાયા હતા. પોલીસ બેડામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં વકીલ તરીકે વ્યવસાય કરતાં આ વ્યક્તિને મહિલા પોલીસ સાથે ક્યાં મુદ્દે ઝઘડો થયો તે બહાર આવ્યું ન હતું. પરંતુ આ બઘડાટીએ ભારે ચકચાર જગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here