Sunday, November 28, 2021
Homeરાજકોટમાં માસૂમ બાળકનું અપહરણ કરી આધેડે ચાલુ ટ્રેને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાનો...
Array

રાજકોટમાં માસૂમ બાળકનું અપહરણ કરી આધેડે ચાલુ ટ્રેને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યો

રાજકોટ:રૈયા રોડ પર રહેતા માસુમ બાળકનું આમ્રપાલી ફાટક પાસેથી રીક્ષાચાલકે અપહરણ કરી ભકિતનગર સ્ટેશનથી વેરાવળ જતી ટ્રેનમાં બેસાડી ટ્રેનના શૌચાલયમાં  સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાનો પ્રયત્ન કરતા ચકચાર મચી છે. વિરપુર પાસે બાળકે શૌચાલયમાં દેકારો મચાવતા ટ્રેનમાં મુસાફરોએ હવસખોરને પકડી મેથીપાક ચખાડ્યો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ રાજકોટના રૈયા રોડ પર રહેતો 13 વર્ષીય બાળક સોમવારે સવારે માર્કેટીગ યાર્ડ પાસે રહેતા તેના માસીના ઘેર જવા માટે નીકળ્યો હતો. ત્યારે આમ્રપાલી ફાટક પાસે કોઇ અજાણ્યા રીક્ષા ચાલકે તેને બળજબરીથી રીક્ષામાં બેસાડી ભકિતનગર સ્ટેશનમાં લઈ ગયો હતો. ત્યારબાદ રાજકોટથી વેરાવળ જતી ટ્રેનમાં બેસાડી બળજબરીથી ટ્રેનનાં શૌચાલયમાં તેના કપડા કાઢી અડપલા કરીને સૂષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો હતો.

60 વર્ષીય વલ્લભ સોલંકીએ માસૂમ બાળક સાથે અડપલા કરતા બાળકે દેકારો મચીવી દીધો હતો. જ્યારે જેતલસર પાસે મૂસાફરોએ ટ્રેનના શૌચાલયમાંથી આ રીક્ષા ચાલકને ઝડપી ધોલાઇ કરી પોલીસ હવાલે કર્યો હતો. હાલ પોલીસે તેની અટકાયત કરી પુછપરછ કરતા રિક્ષાવાળો વૈશાલીનગરમાં રહેતો વલ્લભ ભગવાનજી સોલંકી હોવાનું જણાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આઇપીસી 363,377,511 અને પોકસો હેઠળ ગુનોં નોંધી 60 વર્ષીય વલ્લભ સોલંકીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવના પગલે માસુમ બાળક લાપત્તા થઈ જતાં તેના પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ જે.એમ.ભટ્ટ સહિતના સ્ટાફે તપાસ કરતા પિતા વિહોણા માસુમ બાળક બે ભાઈ એક બેનમાં નાનો હોવાનું અને માતા પારકા કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments