રાજકોટમાં મુંડન કરી નીતિન પટેલનું બેસણું તો ભાવનગરમાં STના કર્મીઓ અર્ધનગ્ન થયા

0
46

રાજકોટ: સૌરાષ્ટ્રમાં એસટીના કર્મચારીઓની બીજા દિવસે પણ હડતાળ યથાવત છે. રાજકોટમાં એસટીની કર્મચારીઓએ મંડન કરી નીતિન પટેલ અને આર.સી. ફળદુનું બેસણું રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરકારના આત્માને શાંતિ મળે તે માટે કર્મચારીઓએ મુંડન કરાવ્યું હતું.

ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની ચિમકી

ભાવનગરમાં કર્મચારીઓએ અર્ધનગ્ન થઇ વિરોધ કર્યો હતો. તેમજ રસ્તા પર સૂઇ જઇ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ જો સરકાર નહીં સમજે તો આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યભરના કર્મચારીઓ ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
જામનગરમાં અર્ધનગ્ન થઇ ભીખ માંગી
જામનગરમાં એસટીના કર્મચારીઓ અર્ધનગ્ન થઇ હાથમાં થાળી લઇ ભીખ માંગી હતી. તેમજ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમજ ગોંડલમાં પણ કર્મચારીઓ અર્ધનગ્ન થઇ સરકારના નામના છાજીયા લીધા હતા.
અમરેલીમાં કર્મચારીઓએ રસ્તો રોક્યો
અમરેલીમાં પણ એસટીના કર્મચારીઓએ શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરી સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં એસટી બસસ્ટેન્ડમાં મોટી સંખ્યામાં મહિલા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એસટી બસસ્ટેન્ડનો રસ્તો રોકી વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here