Tuesday, October 26, 2021
Homeરાજકોટમાં યુવાન ફાંસો ખાતો હતો અને પત્ની જોઇ જતા દોરી કાપી, નીચે...
Array

રાજકોટમાં યુવાન ફાંસો ખાતો હતો અને પત્ની જોઇ જતા દોરી કાપી, નીચે પડતા મોત!

રાજકોટ: શહેરમાં ન માનવામાં તેવો કિસ્સો સામે આવ્યો છે. જામનગર રોડ પર રહેતા આકાશ વૃજલાલ બોરીસાગર (ઉ.33) નામના યુવાને ઘરકંકાસથી કંટાળી ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની પત્ની હેમાંગી જોઇ જતા દોરી કાપી નાંખતા આકાશ નીચે જમની પર પટકાયો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ઘરકંકાસથી કંટાળી યુવાન આ પગલું ભરવા જઇ રહ્યો હતો પરંતુ ફાંસામાંથી તો બચી જઇ જમીન પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ શંકા ઉપજાવે તેવો છે કે ખરેખર માથાના ભાગે ઇજા થવાથી મોત થયું છે કે નહીં તેના માટે તેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. મૃતકને સંતાનમાં એક સાત વર્ષનો પુત્ર છે અને પત્ની હેમાંગી પીટીસી કોલેજમાં લેક્ચરરની ફરજ બજાવે છે. આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments