Tuesday, December 7, 2021
Homeરાજકોટમાં વેર હાઉસના કર્મી સહિત 16 શખ્સોએ બેક સાથે 4.45 કરોડની છેતરપિંડી...
Array

રાજકોટમાં વેર હાઉસના કર્મી સહિત 16 શખ્સોએ બેક સાથે 4.45 કરોડની છેતરપિંડી કરી

રાજકોટ: રાજકોટ જિલ્લામાં મગફળી પછી જીરાનું પણ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વેરહાઉસના કર્મચારી અને 14 ખેડૂત સહિત કુલ 16 શખ્સો સામે બેંકના મેનેજરે 4.45 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધવી છે.

 

ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજકોટના ત્રિકોણબાગ ખાતે આવેલી કરૂણ વૈશ્ય બેન્કમાંથી ખેડૂતોના નામે રૂા.4,45,16,901 રૂપિયાની લોન લેવામાં આવી હતી. આ લોન મંજૂર થયા બાદ લોનની સામે બેન્ક ગેરેન્ટીમાં ગોંડલના ઘોઘાવદર રોડ પર નરશીભાઈ કાનજીભાઈ કાપડીયાના ગોડાઉનમાં રાખવામાં આવેલા જીરાનો જથ્થો દેખાડવામાં આવ્યો હતો. ખેડૂતો સાથે સાંઠગાઠ રચી જસદણના કલ્પેશ વઘાસીયા તેમજ રાહુલ પરષોતમ સાવલીયાએ જીગર પ્રવિણ મિસ્ત્રી સાથે મળી કૌભાંડ આચર્યુ હતું.

બેન્કે ગીરવે મુકેલા જીરાનો જથ્થો અને તેની ક્વોલિટી તપાસ કરવા માટે સિલ્વર એગ્રી એક્સપોર્ટ નામની કંપની અને સ્ટાર એગ્રી વેરહાઉસના જવાબદાર અધિકારીઓની નિમણુંક કરી હતી. તેઓએ સાંઠગાઠ રચી રૂા.4.45 કરોડના જીરાનો જથ્થો બેન્ક ગેરેન્ટીમાં આપ્યો હતો તે જથ્થો સાચો દેખાડી બેન્ક સાથે છેતરપિંડી કરી છે.

બેન્કમાં હપ્તા નહીં ભરાતા તપાસ કરતા કરૂણ વૈશ્ય બેન્ક સાથે ખેડૂતો સાથે સાંઠગાઠ રચી વિશ્વાસઘાત થયાનું બહાર આવ્યું છે. આ પ્રકરણમાં સ્ટાર એગ્રી નામના વેરહાઉસ કંપનીના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓએ તેમજ બેન્ક માટે ક્વોલિટી મેનેજમેન્ટ અને ગેરેન્ટીનું કામ કરતી ખાનગી કંપની સિલ્વર એગ્રી એક્સપોર્ટ કે જેના ભાગીદાર જીગર પ્રવિણ મિસ્ત્રી છે તેને પણ આ કૌભાંડમાં ભૂમિકા ભજવી હોય તમામની ધરપકડ માટે રાજકોટ રૂરલ એલસીબીને તપાસ સોંપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments