Sunday, January 23, 2022
Homeરાજકોટમાં સાસરીયાના ત્રાસથી કંટાળી યુવાને સસરાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો
Array

રાજકોટમાં સાસરીયાના ત્રાસથી કંટાળી યુવાને સસરાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટ: શહેરના ભગવતીપરા પાસેના રોહીદાસપરામાં સસરાના ઘેર આવેલા મોરબીના યુવાન પ્રકાશ દિનેશભાઇ ચાવડા (ઉ.30)એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રકાશ મોરબી જિલ્લાના બીએસપીના ઉપપ્રમુખ હતો. છૂટાછેડા માટે રૂા.10 લાખની માંગણી કરી પત્ની, સાસુ અને મહિલા એડવોકેટ ત્રાસ આપતા હોય આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

કાશ ગઇકાલે રાજકોટ રહેતા તેના સસરા પ્રવીણભાઈના ઘેર જતો હતો ત્યારે ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું આજે સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ હાથ ધરી છે. દરમિયાન સાસરીયાઓએ જ ઘેર બોલાવી સાસુ, સસરા અને પત્નીએ જ બળજબરીથી ઝેરી દવા પીવડાવી હત્યા કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular