રાજકોટમાં સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનું ઝડપાયુ, 2 સંચાલકની ધરપકડ

0
297

રાજકોટ: શહેરમાં સ્પાના ઓઠા હેઠળ ચાલતા ગોરખધંધા બંધ કરવા પોલીસે શરૂ કરેલી કવાયતમાં કાલાવડ રોડ પર સ્પાની આડમાં ચલાવવામાં આવતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે સ્પાના 2 સંચાલકની ધરપકડ કરી છે અને આસામ અને ગુજરાતની યુવતીઓને મુક્ત કરાવી છે.

કાલાવડ રોડ પર આવેલા આયુર્વેદા વેલનેસ એન્ડ હેલ્થકેર નામના સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બામતી મળતા પોલીસે ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો. સ્પાના સંચાલક રવિ અશોક ચલા અને તેના ભાગીદાર નિલેશ કંદસ્વામી પડિયાચીએ આસામની યુવતી અને એક ગુજરાતની યુવતીને બતાવી હતી અને તેનો ચાર્જ પણ કહ્યો હતો. તે દરમિયાન ડમી ગ્રાહકે સંકેત આપતા જ પોલીસ ત્રાટકી હતી અને બંનેની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 85 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here