રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી 2નાં મોત, 50 દિવસમાં મૃત્યુઆંક 45 પર પહોંચ્યો

0
22

રાજકોટ:રાજ્યમાં સ્વાઈ ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં મોત સ્વાઈન ફ્લૂના કારણે નિપજ્યાં છે. જેમાં આજે વહેલી સવારે 2 લોકોનાં મોત સારવાર દરમિયાન થયા છે.

 

મંગળવારે 7 નવા કેસ પોઝિટિવ નોંધાયા

ઉપલેટાના 60 વર્ષના એક પુરુષનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે ભાયાવદરના એક 53 વર્ષિય શખ્સનું સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યું છે. આ સિવાય કાલાવડ તાલુકાના પાટા મેઘપરના 40 વર્ષના યુવાને દમ તોડ્યો છે. આમ સ્વાઈન ફ્લૂથી મૃત્યુઆંક 45 સુધીપહોંચ્યો છે. મંગળવારે 7 નવા પોઝિટિવ કેસ આવ્યા હતાં. આમ રાજકોટમાં કુલ દર્દીઓની સંખ્યા 229 થઈ છે. જેમાંથી 54 લોકો હાલ સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here