Wednesday, December 8, 2021
Homeરાજકોટમાં સ્વાઈન ફ્લૂથી એક જ દિવસમાં 6નાં મોત નીપજ્યાં
Array

રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી એક જ દિવસમાં 6નાં મોત નીપજ્યાં

રાજકોટ: શહેરમાં સ્વાઈન ફ્લૂને કારણે એક જ દિવસમાં 6 મોત થયા છે જેમાંથી એક 6 વર્ષની માસૂમ બાળકી છે. 5 નવા કેસ આવ્યા છે. ઉનાળે પણ સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્ છે છતાં તંત્ર હાથ પર હાથ રાખીને બેઠું છે. 2019ના વર્ષના બે મહિનામાં જ 80 દર્દીના મોત થયાં છે

 

સ્વાઈન ફ્લૂને અટકાવવા માટે નક્કર પગલાંનો અભાવ
રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટમાં રહેતા પરપ્રાંતીય પરિવારની માત્ર 6 વર્ષની પુત્રીનું સ્વાઈન ફ્લૂને કારણે મોત થયું છે, તેમજ તેનો 8 વર્ષનો ભાઇ પણ બીમાર પડતા પરિવારજનોની ચિંતા બેવડાઈ છે. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા બાળા બીમાર પડી હતી. કોઠારિયા સોલવન્ટ પાસેના એક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. તાવ આવ્યાના પાંચમા દિવસે જ સ્વાઈન ફ્લૂ તેને ભરખી ગયો હતો. તેમના બીજા પુત્રને પણ તાવ અને શરદી થઇ છે.
સ્વાઈન ફ્લૂથી એક જ દિવસમાં 6નાં મોત
રાજકોટ શહેરના સુભાષનગરમાં રહેતા 44 વર્ષના યુવાને પણ સ્વાઈન ફ્લૂને કારણે દમ તોડ્યો છે. તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ સિવાય જામનગરના જામજોધપુરમાં સાગરપરા પોલીસ સ્ટેશન પાસે રહેતા 50 વર્ષના મહિલા તેમજ અમરેલીના ઢાલરવા ગામે રહેતા 55 વર્ષના મહિલાનું પણ સ્વાઈન ફ્લૂને કારણે મોત નીપજ્યું છે. પોઝિટિવ કેસોમાં રાજકોટના સરધારમાં રહેતા 58 વર્ષના પ્રૌઢ, રાજકોટ શહેરમાં ભીમનગરમાં રહેતા 40 વર્ષના યુવાન તેમજ હાથીખાના રોડ પર રહેતા 35 વર્ષના યુવાન, સાવરકુંડલાના આસોપાલવ પાર્કમાં રહેતા 53 વર્ષના પ્રૌઢ અને જૂનાગઢના મોટીમોણપરી ગામે રહેતા 40 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. 
વડોદરામાં સ્વાઈન ફલૂથી 67 વર્ષીય વૃદ્ધાનું મોત
બેવડી ઋતુના કારણે સ્વાઈન ફલૂઝડપથી પ્રસરી રહ્યો છે. જેના કારણે દિવસે દિવસે દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. બુધવારે શહેરમાં એક 67 વર્ષીય વૃદ્ધાનું ખાનગી હોિસ્પટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે 29 વર્ષીય મહિલા સહીત કુલ 7 પોઝિટિવ કેસો નોંધાયા હતા.
સુરત જિલ્લામાં સ્વાઈન ફ્લૂના વધુ 9 કેસ પોઝિટિવ
સમગ્ર રાજ્યમાં કહેર વર્તાવી રહેલા સ્વાઈન ફ્લૂની ઝપટમાં શહેર જિલ્લામાં વધુ 9 વ્યક્તિ સપડાયા છે. બુધવારે શહેરમાં વધુ 8 કેસ અને જિલ્લામાં વધુ 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે સ્વાઈન ફ્લૂ પોઝિટિવ કેસનો કુલ આંક 206 થઈ ગયો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 4 વ્યક્તિના મોત નિપજ્યા છે. હાલ શહેર જિલ્લામાં કુલ 51 દર્દી સ્વાઈન ફ્લૂની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જેમાં 4 વેન્ટીલેટર પર, 7 બાઈપેપ પર અને 3 ઓક્સિજન પર છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments