Sunday, November 28, 2021
Homeરાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં પરપ્રાંતીય યુવકનું મોત, પોલીસ તપાસ તેજ
Array

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં પરપ્રાંતીય યુવકનું મોત, પોલીસ તપાસ તેજ

રાજકોટ:ગોંડલ રોડ અટિકા પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં પરપ્રાંતીય યુવકનું મોત નિપજ્યું છે. શહેરની અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે એક 30થી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ યુવાનના માથા પર કોઇ ભારે વાહનનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે સમગ્ર મામલે FSLની મદદ લીધી છે.

આ યુવાનના જમણાં હાથમાં અંગ્રેજીમાં બાદલ ત્રોફાલેલું છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. લાશ મળી ત્યાં ટાયરના નિશાન પણ દેખાયા છે. આ યુવાનના માથા પર ટ્રક કે બીજા કોઇ ભારે વાહનનું વ્હીલ ફરી વળતાં અકસ્માતે મોત નિપજ્યું કે પછી બીજી કોઇ ઘટના બની? તે અંગે હાલરહસ્ય સર્જાયું છે. હાલ FSLની મદદથી પોલીસે તપાસ શરૂ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ઘરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments