Saturday, October 23, 2021
HomeCBI : આલોક વર્માએ 5 અધિકારીઓની કરી દીધી ટ્રાન્સફર, આ છે નામ
Array

CBI : આલોક વર્માએ 5 અધિકારીઓની કરી દીધી ટ્રાન્સફર, આ છે નામ

સીબીઆઈ નિયામક આલોક વર્માએ ભવિષ્યને લઈને પીએમ આવાસ પર ગુરૂવારે સાંજે એક વાર ફરી સિલેક્શમ કમિટીની બેઠક થશે. બુધવારે પણ સેલેક્ટ કમિટીની બેઠક થઈ હતી. તેમાં સીવીસીના કેન્દ્રીય તપાસ એજન્સીના નિયામક આલોક વર્મા સાથે જોડાયેલ મામલાઓની ફાઈલ સમિતીને બતાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જસ્ટિસ સિકરી અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગેની મોજૂદગીમાં દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં આલોક વર્માને લઈને કોઈ અંતિમ નિષ્કર્ષ નિકળી શક્યો ન હતો. સુત્રો અનુસાર ગુરૂવારે થનાર બેઠકમાં સીબીઆઈ નિયામક આલોક વર્માને પણ બોલાવવામાં આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ સેલેક્ટ કમિટીમાં તેમની હાજરીને જરૂરી બતાવી છે. આલોક વર્માએ જોઈનિંગના પ્રથમ દિવસે જ 10 અધિકારીઓની ટ્રાન્સફરને રદ કરી દીધી હતી. જેના 24 કલાકમાં જ સેલેક્ટ કમિટીની બેઠક બાદ 5 અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધી છે. જેમાં એ. કે. શર્મા, અજય ભટનાગર, એમ. કે. શર્મા, તરૂણ ગૌબા અને મુરુગેસેનનો સમાવેશ થાય છે. વર્મા 31મી જાન્યુઆરીએ સેવાનિવૃત્ત થાય છે.

સીવીસીએ આલોક વર્મા સાથે જોડાયેલ કેટલાક દસ્તાવેજ રજૂ કર્યા

સીબીઆઈ નિયામક મામલે બુધવારે રાતે પીએમ આવાસ પર થયેલી બેઠક દરમિયાન સીવીસીએ આલોક વર્મા સાથે જોડાયેલ કેટલાક દસ્તાવેજ રજૂ કર્યા હતા. સૂત્રો અનુસાર સીવીસી સમિતી સમક્ષ તપાસ એજન્સીના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા આલોક વર્મા પર જે આરોપ લગાવવામાં આવ્યા હતા તે ફાઈલ પણ રજૂ કરાઈ હતી. આ સિવાય રાકેશ અસ્થાનાએ આલોક વર્મા વિરુદ્ધ પાછલાં વર્ષે કેબિનેટ મંત્રી અને સીવીસીને જે ફરીયાદ મોકલવામાં આવી હતી, તે પર સીવીસીએ જે સિક્રેટ કમેન્ટ્સ કર્યા હતા તે બધું કમિટીના સદસ્યોને બતાવવામાં આવ્યું હતું. કહેવાઈ રહ્યુ છે કે સીવીસીએ પોતાની તપાસમાં તે પણ લખ્યું હતું કે બંને નિયામકનો ઝઘડો તપાસ એજન્સીને નુકસાન પહોચાડી રહી છે. ભલે સીવીસીએ નામ લઈને નહી પરંતુ પોતાના રિપોર્ટમાં તે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે આલોક વર્મા અને રાકેશ અસ્થાના બંનેને બીજી જગ્યા પર શિફ્ટ કરી દેવામાં આવે. જો બંનેમાંથી કોઈ પણ નિયામક સીબીઆઇમાં બધાં અધિકારીઓને લઈને પાછો ફરે છે તો તે એજન્સી માટે સારૂ રહેશે નહી.

મલ્લિકાર્જુન ખડગે ઈચ્છે છે કે આલોક વર્મા કમિટી સામે વાત રજૂ કરે

મલ્લિકાર્જુન ખડગે ઈચ્છે છે કે આલોક વર્મા કમિટી સામે પોતાની વાત રજૂ કરે. તેમણે બુધવારે થયેલ બેઠક દરમિયાન પીએમ મોદી અને જસ્ટીસ સિકરીને પોતાના પક્ષથી અવગત કરાવી દેવામાં આવ્યા હતા. તેમનું કહેવું હતું કે સેલેક્ટ કમિટી માત્ર સીવીસીના રીપોર્ટ પર ચર્ચા કરી રહી છે. આ આધાર પર આલોક વર્માના ભવિષ્યનો નિર્ણય ન થઈ શકે તે માટે જરૂરી છે કે આલોક વર્માને કમિટી સામે બોલાવવામાં આવે. રાહુલ ગાંધીએ પણ એક નિવેદનમાં કહ્યું હતુ કે મોદી આલોક વર્માના કેસને લઈને આટલી ઉતાવળમાં કેમ છે? તેના પાછળનું કારણ રાફેલ તો નથી ને? આલોક વર્માના જોઈનિંગના પહેલા દિવસે જ લાડકા અધિકારીઅોને પાછા બોલાવી લીધા હતા. વર્માને રજા પર મોકલ્યા પછી તેમાંથી કેટલાક ઓફિસરોને દિલ્હીની બહાર તો અન્યને બીજી બ્રાન્ચમાં રાખી દેવાયા હતા. બસ્સીને આલોક વર્માનો વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે. અસ્થાના ભ્રષ્ટાચાર મામલાની તપાસ બસ્સીને જ સોંપાઈ ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments