Wednesday, September 28, 2022
Homeરાજકોટમાં 4 શખ્સોએ પરિણીતા પર રેપનો પ્રયાસ કર્યો, મહિલા સારવાર હેઠળ
Array

રાજકોટમાં 4 શખ્સોએ પરિણીતા પર રેપનો પ્રયાસ કર્યો, મહિલા સારવાર હેઠળ

- Advertisement -

રાજકોટ: દૂધ સાગર રોડ પર રહેતા ઈમ્તિયાઝે તેના ત્રણ સાગરીતો સાથે મળી એક પરિણીતાના ઘરમાં ઘુસી ગયા હતાં અને ગેંગરેપનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને પલંગ સાથે બાંધીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ભારે ઝપાઝપીમાં પલંગ તૂટી જતાં સાગરીતો નાસી ગયા હતા. આ દરમિયાન મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ આ મહિલાએ ત્રણેય શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ચોથા આરોપીનું નામ બહાર આવ્યું નથી.

મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કૃત્ય કર્યું

એક મહિનાથી આરોપી ઇમ્તિયાઝ પજવતો હતો

ઘટનાની વિગત અનુસાર રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં રહેતી 28 વર્ષની પરિણીતાના ઘરમાં ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખાભાઇ રાઉમા નામનો શખ્સ ત્રણ સાગરીતો સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને ‘મારે તારી સાથે સુવુ છે’ તેમ કહી આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર મહિલાના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનાથી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો પોતાની પાછળ પડી ગયો હતો. પોતે ઘરમાંથી કોઇ ચીજવસ્તુ લેવા નીકળે તો પણ હેરાન કરે છે. સતત ધમકી આપતો હોઇ ગભરાઇને પતિને પણ જાણ કરી નહોતી.

એકલી મહિલાની લાજ લૂંટવાનો પ્રયાસ

ગત રાત્રે પતિ બહાર ગયો હોવાથી મહિલા ઘરમાં એકલી જ હતી. જેથી રાત્રે સાડા નવેક વાગ્યા આસપાસ ઇમ્તિયાઝ ઉર્ફ લાલો અને તેના સાગરીતો ઘરમાં ઘુસી ગયા હતાં. ઇમ્તિયાઝે ‘મારે તારી સાથે સુવુ છે’ તેમ કહી કુર્તી ફાડી અડપલાં કર્યા હતાં. તેમજ શહેઝાદે લાફા માર્યા હતાં અને ઇમ્તિયાઝે બોથડ પદાર્થથી ડાબા ખંભે ઇજા પહોંચાડી હતી.

ભોગ બનનાર મહિલા સિવિલમાં સારવાર હેઠળ

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે પોતે તાબે ન થતાં અને દેકારો મચાવતાં આ તમામે પોતાને પલંગ સાથે બાંધી દેવા પ્રયાસ કર્યો હતો. ભારે ઝપાઝપી થતાં પલંગ તૂટી ગયો હતો. એ પછી આ બધા ઘરમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં. પતિ બહારગામ હોવાથી તેણે ફોનથી જાણ કરતાં તેઓ આવ્યા હતાં અને પોતાને હોસ્પિટલમાં ખસેડી હતી.

આરોપીઓનાં નામ
  • ઇમ્તિયાઝ ઉર્ફ લાલો
  • શહેઝાદ
  • સોહિલ મહમદ મેમણ
આરોપીને આકરી સજા કરવામાં આવે તેવી માંગ

મહત્વનું છે કે ઈમ્તિયાઝ અગાઉ હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રૂકાવટ, 137 પેટી દારૂ, ગેરકાયદે હથિયાર અને કાર્ટીસ રાખવાના ગુનામાં તેમજ બીજા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ત્યારે હવે એક પરિણીતાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં વિસ્તારના રહેવાસીઓ ફફડી ગયા છે અને લોકોની માંગ છે કે આરોપીને કડકડમાં કડક સજા આપવામાં આવે. હાલ મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular