Tuesday, October 26, 2021
Homeરાજકોટમાં 5 બાઇક, રિક્ષા, ત્રણ સાઇકલ, વીજપોલ સળગી ઉઠ્યા, લુખ્ખાઓનો આતંક કે...
Array

રાજકોટમાં 5 બાઇક, રિક્ષા, ત્રણ સાઇકલ, વીજપોલ સળગી ઉઠ્યા, લુખ્ખાઓનો આતંક કે શોર્ટ સર્કિટ

રાજકોટ: રાજકોટના મવડી વિસ્તારમાં પાર્કિંગમાં રાખેલા વાહનો સળગ્યા હતા. મોડી રાત્રે 5 બાઇક, 3 સાઇકલ,એક રિક્ષામાં અને વીજપોલમાં આગ લાગી હતી. જેના પગલે વિસ્તારમાં લાઇટ જતી રહેતા અંધારપટ છવાયો હતો. જો કે લુખ્ખા તત્વોએ આગ લગાવી છે કે પછી થાંભલામાં શોર્ટ સર્કિટ થવાથી વાહનો સળગ્યા છે તે એક તપાસનો વિષય બન્યો છે. પોલીસે સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી તપાસ કરી રહી છે.

વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે આગ લાગી હતી. બૂમાબૂમ થતા બધા ઘરની બહાર દોડી આવ્યા હતા. પરંતુ કોઇએ સળગાવ્યું હોય તેવું નજરે જોયું નથી. આ કોઇ તોફાની તત્વોનું કારસ્તાન હોય શકે. રાજકોટમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે આવી જ રીતે તોફાની તત્વોએ 10 વાહનોને આગ ચાંપી સ્થાનિકોને માર માર્યો હતો. જો કે તે બનાવામાં પોલીસે આરોપીઓનો ધપરકડ કરી લીધી હતી. ત્યારે એક અઠવાડીમાં આવો જ બનાવ બીજી વખત બન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments