Sunday, September 19, 2021
Homeરાજકોટમાં CPના જાહેરનામા બાદ સૌરાષ્ટ્ર યુનિ.ના VCએ પણ પબજી ગેમ પર પ્રતિબંધ...
Array

રાજકોટમાં CPના જાહેરનામા બાદ સૌરાષ્ટ્ર યુનિ.ના VCએ પણ પબજી ગેમ પર પ્રતિબંધ મુક્યો

શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પબજીની રમત પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવતું હોવા છતાં કુલપતિ ડો.નીતિન પેથાણીએ માત્ર ‘વાહવાહી’ મેળવવા માટે પબજીની રમત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ત્યારે શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં નથી આવતું, પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં હોય ત્યારે પેથાણીઅલગથી પ્રતિબંધ મૂકી શકે ખરા, તેવો સવાલ પૂછી શિક્ષણવિદ્દો મૂંછમાં હસી રહ્યાં છે.

કુલપતિની જાહેરાત ભારે હાસ્યાસ્પદ બની

કુલપતિ ડો.નીતિન પેથાણીએ એવી જાહેરાત કરી હતી કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હોપના કાર્યક્રમ દરમિયાન પબજી પર પ્રતિબંધનો નિર્ણય કર્યો હતો અને તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. તેનું પાલન થવું જોઇએ. તેથી કેમ્પસ પર પબજીની રમત પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે. પબજી રમતા વિદ્યાર્થીઓને કેવી રીતે પકડવામાં આવશે તેવા સવાલના જવાબમાં કુલપતિ પેથાણીએ હાસ્યાસ્પદ બચાવ કરતા જણાવ્યું હતું કે, પબજી રમતા વિદ્યાર્થીઓને પકડવા અમે કાંઇક કરીશું. જ્યારે વાસ્તવિકતા એ છે કે શું કરીશું તે અંગે કોઇ પ્લાન યુનિવર્સિટીના સત્તાધીશો પાસે નથી. પોલીસ કમિશનરનું જાહેરનામું હોય ત્યારે કુલપતિની જાહેરાત ભારે હાસ્યાસ્પદ બની ગઇ છે.
કુલપતિના હાસ્યાસ્પદ બચાવ બાદ ઉઠતા સવાલો
 1. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કુલપતિ આ પ્રકારનો પ્રતિબંધ જાહેર કરી શકે ખરા
2. પબજી રમતા વિદ્યાર્થીઓને કેવી રીતે પકડવામાં આવશે તેનો કોઇ પ્લાન છે ખરો
3. વિદ્યાર્થી નેટ પર અભ્યાસનું કામ કરે છે કે પબજી રમે છે તેની ખબર કેવી રીતે પડશે
4. વિદ્યાર્થી પબજી રમતા પકડાય જાય તો પછી તેની સામે શું કાર્યવાહી કરાશે
5. વિદ્યાર્થીઓને પબજી રમતા રોકવાની કામગીરી કરશે કોણ
6. વિદ્યાર્થીઓનું મોનિટરિંગ કરશે કોણω કેવી રીતે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments