રાજકોટ: રાજકોટ એફઆરસીની કચેરી ખાતે આજે એનએસયુઆઇના કાર્યકરોએ હલ્લાબોલ કર્યું હતું. જેમા બે મહિના પહેલા દરેક શાળાના ફીના નિયમો નક્કી કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. જે આજે પૂરુ થતા ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસે કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા અને અટકાયતી પગલા ભરવા તજવીજ હાથ ધરી હતી.
NSUIને અવારનવાર શા માટે રજૂઆત કરવા આવો છો તેવું કહેતા NSUIદ્વારા ઉગ્ર વિરોધ થયો હતો. તેમજ ઉગ્ર બોલાચાલી થઇ હતી. રાજકોટમાં અમુક શાળામાં એફઆરસીએ નિયમો લાગુ કરી દીધા છે. જ્યારે અમુક શાળામાં બાકી હોવાથી રજૂઆત કરવા ગયા હતા કે તાકીદે નિયમો લાગુ કરો અને એફઆરસી સહિત ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટની ધોળકીયા, મોદી, ભરાડ, સર્વોદય, નચિકેતા, ન્યુએરા, નેસ્ટ વગેરે સ્કૂલોએ હજુ સુધી નિયમો લાગુ નહીં કરતા વિરોધ કરવામાં આવ્યો હતો.