Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટ : અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ માટે હાર્દિકની નરેશ પટેલ સાથે આજે બેઠક,...
Array

રાજકોટ : અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ માટે હાર્દિકની નરેશ પટેલ સાથે આજે બેઠક, બાંભણીયાનું કલેક્ટરને આવેદન

રાજકોટ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત કરવાની માંગણી સાથે આજે દિનેશ બાંભણીયાએ રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાસના કાર્યકરો હાજર રહ્યા હતા. આજે બપોર પછી હાર્દિક પટેલની હાજરીમાં રાજકોટમાં ખોડલધામ સંસ્થાના સરદાર પટેલ ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ માટે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પાસની બેઠક યોજાઇ રહી છે ત્યારે હાર્દિક પટેલ હાજર રહેશે અને અલ્પેશને કંઇ રીતે જેલમાંથી મુક્ત કરવો તે અંગે ચર્ચા કરી રણનીતિ ઘડશે. રાજકોટ બાદ ઉંઝામાં પણ કથિરીયાની જેલ મુક્તિ માટે બેઠક યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments