Sunday, October 17, 2021
Homeરાજકોટ આરોગ્ય વિભાગે અમુલ પાર્લરમાં દરોડો પાડ્યો, 271 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
Array

રાજકોટ આરોગ્ય વિભાગે અમુલ પાર્લરમાં દરોડો પાડ્યો, 271 કિલો અખાદ્ય પદાર્થનો નાશ

રાજકોટ: રાજકોટ મનપાની આરોગ્ય વિભાગે કોલેજવાડી રોડ પર જગન્નાથ ચોક પાસે અમુલ પાર્લરમાં દરોડો પાડ્યો હતો. જેમાં વાસી અને એક્સપાયરી ડેટનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્યની ટીમે 271 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. જેમાં ચીઝ, શિખંડ બટર અને બિસ્કિટ સામેલ હતું.

નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યને ધ્યાને લઇ સમયાંતરે વિવિધ સ્થળે ચેકિંગ કરાતું હોય છે. આજે પણ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં જગન્નાથ ચોકમાં કૈલાસ મકાનમાં અમુલ પાર્લર ચાલતું હતું. જેમાં ચેકિંગ કરાતા એક્સપાયરી ડેટની અમુલની વિવિધ ખાદ્ય ચીજો મોટી માત્રામાં મળી આવી હતી અને જેને ફ્રિજમાં સંગ્રહી રાખવામાં આવી હતી. જેમાં અમુલ ગોડા ચીઝ, અમુલ ટ્રોપિકલ શીખંડ, અમુલ ગાર્લિક બટરી હર્બસ, બટરસ્કોચ શીખંડ, અમુલ પાવડર, અમુલના કોકોનટ બિસ્કિટ, અમુલ પનીર સહિતની કુલ 83,263 રૂપિયાની 271 કિલો જેટલી સામગ્રી કે જેની તારીખ જતી રહી હતી તેનું વેચાણ થતું હતું. આ વાતને લઇ આરોગ્ય વિભાગે માલિક અજય ભિમાણીને નોટિસ પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments