Tuesday, September 21, 2021
Homeરાજકોટ : કુંડારિયાનો રોડ શો, ધડુકે 600થી વધુ કારના કાફલા સાથે...
Array

રાજકોટ : કુંડારિયાનો રોડ શો, ધડુકે 600થી વધુ કારના કાફલા સાથે શક્તિપ્રદર્શન યોજ્યું

રાજકોટ : આજે પોરબંદર લોકસભા માટે ભાજપના ઉમેદવાર રમેશ ધડુક ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. સવારે ગોંડલથી તેમના નિવાસસ્થાનેથી તેઓ માતાજીના દર્શન કરીને 600થી વધુ કારના કાફલા સાથે અને પોતના સમર્થકો સાથે પોરબંદર ફોર્મ ભરવા જવા રવાના થયા હતા. રમેશ ધડુકે શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજકોટના ભાજપ ના ઉમેદવાર મોહન કુંડારિયા રામકૃષ્ણ આશ્રમથી હબુમાળી ભવન સુધી વિજય રૂપાણીની હાજરીમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન યોજ્યું છે. બાદમાં સભા યોજી ફોર્મ ભરશે. મોહન કુંડારિયાએ નીચી માંડલમાં ચાંમુડા માતાજીના દર્શન કર્યા હતા. રાજકોટ સભામાં 5 વર્ષનો સાર્થક વેકરીયા ચોકીદાર બનીને આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

લક્ઝુરિયસ કારનો કાફલો: રમેશ ધડુકે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે આ વિસ્તારમાં ખાસ માછીમારો ના પ્રશ્નોને લઇને કામ કરશે અને અપહૃત માછીમારોના પરિવારને આર્થિક મદદ મળે તે માટે કામ કરવાની વાત કરી હતી. રમેશ ધડુક પોતાની ઉમેદવારી નોંધાવવા પોરબંદર ગયા ત્યારે લ્કઝુરિયસ કારનો કાફલો જોવામળ્યો હતો. રમેશ ધડુકની સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. પોરબંદર સુધી વિશાળ કારના કાફલા સાથે રોડ શો યોજી શક્તિપ્રદર્શન યોજ્યું હતું.

રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં તેણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હાલમાં ચાલતી સંસદીય ચૂંટણીમાં આપના તાબા હેઠળ આવતા પોલીસ સ્ટેશનોનો પોલીસ સ્ટાફ દ્વારા ભાજપના કાર્યકરો હોય તેવી રીતે વિવિધ વિસ્તારોમાં જઇ અને લોકોને પૂછી રહ્યા છે કે અહીંયા કોંગ્રેસના કાર્યકરો કોણ છે અને તેઓનું લીસ્ટ બનાવી માહિતીઓ લઇ રહ્યા છે. તો આપને પૂછવાનું કે આપના અધિકારીઓ શા માટે આવા લીસ્ટ બનાવી રહ્યા છે.આ સંપૂર્ણ ગેરબંધારણીય થઇ રહ્યું છે અને આવી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા આપને જણાવીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments