રાજકોટ કોર્ટમાં હાજરી આપવા આવેલા આરોપીના પિતાની આંખમાં મરચાની ભૂકી છાંટી છરીથી હુમલો

0
37

રાજકોટ: 2016માં યુનુસ કરીમભાઇ પીપરવાડીયાની હત્યા કરનાર આરોપી ફારૂક અને તેના પિતા રજાકભાઇ જામનગરી ફાસ્ટટ્રેક કોર્ટમાં તારીખ હોય હાજરી આપવા આવ્યા હતા. ત્યારે રજાકભાઇની આંખોમાં મરચાની ભૂકી છાંટી 10થી 15 શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. પરંતુ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને રજાકભાઇને બચાવી લીધા હતા. બાદમાં પોલીસે આરોપી ફારૂક અને રજાકભાઇને પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

રજાકભાઇએ જણાવ્યું હતું કે, મારા દિકરાની તારીખ હોય એટલે અમે આજે ફાસ્ટટ્રેક કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા. અમે કમ્પાઉન્ડમાં ઉભા હતા ત્યારે પહેલા તો મારા દિકરા પર હુમલો કરવાના હતા પરંતુ તે પોલીસના કબ્જામાં હોય મારી આંખોમાં મરચાની ભૂકી છાંટી છરીથી હુમલો કર્યો હતો. હુમલો કરનાર સામાપક્ષના લોકો છે. જેમાં રજાક, મુસ્તાક, અઝીઝ, રસુલ સહિત 10થી 15 શખ્સો હતા. હજુ પણ મારી આંખમાં મરચાની ભૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here