Tuesday, December 7, 2021
Homeરાજકોટ : ગામડામાં રહેવું ગમતું ન હોય શિક્ષિત પરિણીતાએ પતિ પાસે છૂટાછેડા...
Array

રાજકોટ : ગામડામાં રહેવું ગમતું ન હોય શિક્ષિત પરિણીતાએ પતિ પાસે છૂટાછેડા માગ્યા

રાજકોટ: સામાન્ય બાબતોએ દાંપત્ય જીવનમાં તિરાડો પડતી હોવાના બનાવો સામાન્ય બની ગયા છે. જેને કારણે આવા બનાવો ફેમિલી કોર્ટ સુધી પહોંચે છે. અદાલતમાં પહોંચતા કેટલાક કેસોમાં તો ખુદ કોર્ટ જ મધ્યસ્થીની ભૂમિકા ભજવી બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવી દાંપત્ય જીવન તૂટતા બચાવે છે, પરંતુ કેટલાક કેસોમાં બંને પક્ષોની હઠને કારણે વર્ષો સુધી કેસ કોર્ટમાં ચાલ્યા કરે છે. આવા જ એક કેસમાં શિક્ષિત પરિણીતા પતિ-સંતાનોને મૂકી માવતરે રહેવા આવી ગઇ અને પતિ સામે છૂટાછેડાનો કેસ કર્યો છે. 8 વર્ષ પહેલા પિયર આવી ગયેલી પરિણીતાને ગામડે રહેવું ગમતું ન હોવાથી દાંપત્ય જીવનમાં તિરાડ પડી છે.

ખાધા ખોરાકી મેળવવા કરેલ અરજી હજુ અદાલતે મંજૂર કરી નથી
રાજકોટ રહેતી નિશાના લગ્ન આઠ વર્ષ પહેલા અમદાવાદ પાસેના ગામડામાં રહેતા શિક્ષક અશોક (બન્નેના નામ બદલાવ્યા છે) નામના યુવાન સાથે થયા હતા. શિક્ષિત દંપતીના 8 વર્ષના લગ્નજીવન દરમિયાન બે સંતાન છે. ત્યારે શહેરમાં ઉછરેલી શિક્ષિત નિશાને હવે ગામડામાં રહેવું ગમતું ન હોવાને કારણે તે બે સંતાન અને પતિને છોડી રાજકોટ પિયર રહેવા આવી ગઇ હતી. પરિવાર સાથે નિશાએ વાતચીત કર્યા બાદ તેણીએ પતિ સાથે છૂટાછેડા લેવા માટે અહીંની કોર્ટમાં અરજી કરી હતી. લાંબા સમયથી ચાલતા આ કેસમાં પરિવારે તેમજ કોર્ટે પણ આવી સામાન્ય બાબતે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં કેસનો નિવેડો આવ્યો ન હતો. આ અરસામાં નિશાએ શિક્ષક પતિ અશોક સામે ખાધા ખોરાકી મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જો કે, આ અરજી હજુ અદાલતે મંજૂર કરી નથી. આઠ-આઠ વર્ષથી માતા માટે વલખાં મારી રહેલા બંને સંતાનો પણ પરત આવવા માટે અરજ કરી રહ્યાં છે. શિક્ષિત દંપતી વચ્ચેના અણબનાવની અસર તેમના સંતાનો ઉપર પણ જોવા મળી રહી છે. આ કેસનું નિરાકરણ શું આવે છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments