રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા જ્ઞાતિ ભવન રાદેલ ખાતે ૨૩ મો ત્રિવિધ  તેજસ્વી  તારલા ઓનું સન્માન, મેડિકલ કેમ્પનું પણ કરવામાં આવ્યું આયોજન

0
110

 

 

સુરતમાં વસતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના વિદ્યાર્થીઓનું દર વર્ષની જેમ આ વર્ષે જ્ઞાતિ ભવન રાદેલ  ખાતે ૨૩ મો ત્રિવિધ સમારંભ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જ્ઞાતિ દ્વારા આયોજન કરવામાં    આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ઓબીસી નિગમ ના ચેરમેન શ્રી નરેન્દ્ર બાપુ, સુરત શહેરનામેયર    જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય પુણેશભાઈ મોદી, મુકેશભાઈ પટેલ,સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા જ્ઞાતિ કોર્પોરેટર જશુબેન રાઠોડ, સહિતના આમંત્રિત મહેમાનો અને જ્ઞાતિનાં અગ્રણીઓ અને  વિદ્યાર્થી ભાઈ બહેનો માતા- પિતા સાથે બોહડી સંખ્યામાં ઉપસ્થિતિમાં કાર્યક્રમ નું દીપપ્રાગટ્ય કરી અને  સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

 

 

સન્માન સમારોહ કાર્યક્રમને ઉદેશીને જ્ઞાતિના પ્રમુખ કાનજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજનો ઉત્કૃષ્ટ પાયો છે સમાજમાં વધુને વધુ શિક્ષણ શિક્ષણ પ્રાપ્તિ વધે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે થઈને આવાં કાર્યક્રમ નું આયોજન થતું હોય છે વિદ્યાર્થી એ દેશનું ભવિષ્ય છે ત્યારે વર્ષે ૨૦૧૯ માં ધોરણ 1 થી 12 સુધીનાં વિદ્યાર્થીઓ એ મેળવેલ ગ્રેડ અને ટકાવારી પ્રમાણે ઓબીસી નિગમ ના ચેરમેન શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા ગોલ્ડ મેડલ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા જ્યારે ધોરણ 12 સાયન્સમાં પ્રથમ નંબર મેળાના વિદ્યાર્થીને મેયર જગદીશભાઈ પટેલ અને જગમોહનભાઈ સોલંકી, વરદ હસ્તે લેપટોપ આપીને વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજકોટ સમાજ ના પ્રમુખ અને ગુજરાત ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્ર બાપુ એ જણાવેલું કે આવતા દિવસો સંપૂર્ણ પણે એજ્યુકેશનના છે આવતી સદી ની અંદર જેના બાળકો પાસે એજ્યુકેશન ના હોય જેના બાળકો પાસે શિક્ષણ નહીં હોય તે બાળકો કોઈ ગણના કરવામાં આવતી નથી આપણા સમાજના ડેવલોપિંગ  માટે રાષ્ટ્રના ડેવલોપિંગ માટે સમાજ ના વિકાસ માટે થઈને દરેક સમાજનું બાળકો શિક્ષિત બને તે ખૂબ આવશ્યકતા છે અહીંયા જે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તેમને ઇનામ આપવામાં આવે છે તે ઈનામની કોઈ અગત્યતા નથી પરંતુ જે નામ આપવામાં આવે છે તેની અંદર બેથી પાંચ હજાર લોકોની વચ્ચે બાળક નું સન્માન કરવામાં આવે જેને લઇને બાળક પોતાના પરિવારને જઈને કહે છે કે મારું સન્માન સમાજ દ્વારા કરવામાં આવ્યું જેથી બાળક સ્કુલે પણ મારા સમાજ દ્વારા મને આ ઈનામ આપવા માં આવ્યું છે તેમ સૌ કોઈ બાળકને સ્ટેજ ઉપર આવીને તાલીઓના ગડગડાટથી સન્માન મળે અને બાળકનો અભ્યાસ પ્રત્યે તુ ચીજ કડવાય તેવા પ્રયત્નો સમાજ હર હંમેશ કરતો આવ્યો છે અને કરતો રહે છે.

બાઈટ : પ્રમુખ કાનજીભાઈ વાઘેલા

 

 

 

જ્યારે અન્ય વિદ્યાર્થીઓને સુરત પશ્ચિમ ના ધારાસભ્ય પુણેશભાઈ મોદી ઓલપાડ ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા ગોલ્ડ મેડલ અને સ્મૃતિ ચીન થીં સન્માનીત કરવામાં આવ્યા હતા. Abcd વાઇસ ગ્રેડ પ્રમાણે ના વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ ચોપડા દફતર જેવી ચીજ વસ્તુઓ આપીને વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની વિધા અભ્યાસ દરમ્યાન સ્વરૂપથી અને અભ્યાસમાં મનોબળ એકત્ર થાય મનોબળ પ્રાપ્ત થાય અને સમાજ પ્રત્યે ઓળખ પ્રાપ્ત કરે તેવા હેતુથી જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે.

બાઈટ : ચેરમેન નરેન્દ્ર બાપુ

 

 

 

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મેડિકલ એશોસિયેન સુરતના સહયોગથી શૈલેષ રત્નાણીના દેખરેખ હેઠળ આ કાર્યક્રમ માં વિનામૂલ્યે નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત, બાળરોગ સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક સર્જન, આંખના સર્જન, આયુર્વેદાચાર્ય, ફેમિલી ફિઝિશિયન,નિદાન કેમ્પમાં દર્દીઓને ડોક્ટરો દ્વારા લખી દેવામાં આવેલ તમામ દવા શ્યામ ફાર્મ ના બિરેન્દ્રભાઈ વાઘેલા, જે.સી. વાઘેલા દ્વારા ફ્રી મા આપવામાં આવેલ તમેજ સમાજના વિવિધ સ્પેશ્યાલિટીના ડોકટર પોતાની સેવા ફ્રી ઓફ માં આપી હતી.

 કાર્યક્રમ ને સફળ બનાવવા માટે થઈ ને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સુરત મેનેજીંગ ટ્રસ્ટી, જમોહનભાઈ સોલંકી, માધવજીભાઈ ચોટલીયા, બાબુભાઈ વેગડ, ગોરધનભાઈ ચૌહાણ, બાબુભાઈ પરમાર, વિરજીભાઇ વાઘેલા, દલુભાઈ ચાવડા,પ્રમુખ કાનજીભાઈ વાઘેલા,ઉપપ્રમુખ નારણભાઈ ગોહિલ, ઉપપ્રમુખ કાંતિભાઈ વેગડ, શિક્ષણ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ભરતભાઈ વાઘેલા, બીપીન ભાઈ પરમાર, ભાવેશભાઈ જાવિયા, જીગીશાબેન સોલંકી, સહિતના સમાજના તમામ નાના મોટા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે થઈને જે મત ઉઠાવી હતી.

કેમેરામેન ઘીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, CN24NEWS, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here