Friday, August 12, 2022
Homeરાજકોટ : ચૂંટણી સમયે ભાજપને ખેડૂતો અને સૈનિકો યાદ આવે છે, રોવાનું...
Array

રાજકોટ : ચૂંટણી સમયે ભાજપને ખેડૂતો અને સૈનિકો યાદ આવે છે, રોવાનું નાટક એ તેની આવડત: મોઢવાડિયા

- Advertisement -

રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ભાજપને ખેડૂતો અને સૈનિકો યાદ આવે છે. રોવાનું નાટક કરવું તે ભાજપની આવડત છે. વડોદરામાં દેશના જવાનોની શહીદીના નામે વોટ મેળવવાની અપીલ ભરત પંડ્યાએ કરી હતી. ભાજપ રાજકીય સ્વાર્થ માટે લોકોનું બલિદાન, સૈનિકોનું બલિદાન ભૂલી માત્ર વોટ મેળવવા પ્રયત્નશીલ છે.

રાજકોટમાં ગુનોખોરીનું પ્રમાણ વધ્યું

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ભાજપ ગુંડાઓને રાજ્યાશ્રય આપી રહી છે. જેના લીધે ગુનાખોરી કાબૂમાં આવતી નથી. રાજકોટમાં રોજ ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવો બને છે. ચૂંટણી આવે એટલે સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા ખેડૂતો માટે છેતરામણી જાહેરાતો કરે છે. ખેડૂતોને 2 હજાર આપે છે જે એમની મજાક છે. હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી અને આ અંગે મેં મારા આગેવાનોને મારા મનની વાત જણાવી છે.
1961 પછી ગુજરાતમાં પહેલીવાર CWCની બેઠક
1961 પછી પ્રથમ વખત ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક 28મીએ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં યોજાશે. ગુજરાત આ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી અમદાવાદ આવશે. ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા અને જન સંમેલન પણ યોજવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular