Friday, December 3, 2021
Homeરાજકોટ ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મધ્યસત્રીય ચૂંટણીમાં વી.પી.વૈષ્ણવની વાઈબ્રન્ટ પેનલનો ભવ્ય...
Array

રાજકોટ ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મધ્યસત્રીય ચૂંટણીમાં વી.પી.વૈષ્ણવની વાઈબ્રન્ટ પેનલનો ભવ્ય વિજય.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની 65 વર્ષ જુની પ્રતિિષ્ઠત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં પોતાની વાઈબ્રન્ટ પેનલના 24 ઉમેદવારોને ચૂંટણી લડાવી અને સમીર શાહ (રાજમોતી)ની પેનલને હરાવી દઈને જંગી બહુમતીથી વિજેતા થયેલાં લેઉવા પાટીદાર વી.પી.વૈષ્ણવની આજે મળેલી બોર્ડ મિટિંગમાં પ્રમુખ પદે સવાર્નુમતે નિમણૂક કરવામાં આવી હતી.

 

 

 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની 65 વર્ષ જૂની પ્રતિિષ્ઠત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મધ્યસત્રીય ચૂંટણીમાં વી.પી.વૈષ્ણવની વાઈબ્રન્ટ પેનલનો ભવ્ય વિજય થયા બાદ આજરોજ ચેમ્બરની ચૂંટણી કમિટીના ચેરમેન હિતેશ બગડાઈના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડમિટિંગ અંતર્ગત વર્ષ 2019થી 2022ની ટર્મ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખપદે સવાર્નુમત્તે વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખપદે પાર્થ ગણાત્રા, સેક્રેટરીપદે નૌતમ બારસીયા, ટ્રેઝરર તરીકે ઉત્સવ દોશી અને જોઈન્ટ સેક્રેટરીપદે કિશોર રૂપાપરાની નિમણૂક કરવામાં આવી હતી. ચેમ્બરના નવા હોદ્દેદારોએ આજે પદગ્રહણ કરતાંની સાથે જ તેમના શુભેચ્છકો, સગા-સ્નેહીઆે, ટેકેદારો, વેપારીઆે તેમજ ઉદ્યાેગપતિઆે શુભેચ્છા આપવા માટે ઉમટી પડયા હતા.

 

 

 

રાજકોટ ચેમ્બર આેફ કોમર્સના સૂત્રોના જણાવ્યા મુજબ આજે ચેમ્બરના કાર્યાલયના મોરઝરીયા કોન્ફરન્સ હોલમાં ચૂંટણી કમિટી ચેરમેન હિતેષ બગડાઈના અધ્યક્ષ સ્થાને બોર્ડ મિટિંગ મળી હતી જેમાં પ્રમુખપદે સવાર્નમુતે વી.પી.વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણી કમિટીના ચેરમેન હિતેશ બગડાઈના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડમિટિંગમાં ઉપરોક્ત હોદ્દેદારોની સવાર્નુમત્તે વરણી કરવામાં આવ્યા બાદ અધ્યક્ષસ્થાનેથી હિતેશ બગડાઈએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું જેમાં ચેમ્બરને વધુ સક્રિય કરવા તેમજ ભૂતકાળમાં યોજાતા હતા તેવા સેમિનારો, વર્કશોપ, સ્નેહમિલન જેવા કાર્યક્રમો યોજવા નવનિયુક્ત હોદ્દેદારોને તેમણે અનુરોધ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments