- Advertisement -
રાજકોટ:જસદણમાં 22 તારીખે RR સેલે પાડેલા દરોડા બાદ PI એ.બી. પટેલ અને 2 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. RR સેલને મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસની જાણ બહાર દરોડો પાડ્યો હતા. જે દરમિયાન 17 લાખનો દારૂ મળી આવ્યો હતો. આ કેસમાં બેજવાબદાર PI એ.બી. પટેલ અને 2 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ઘટનાની વિગત અનુસાર 22 તારીખે RR સેલને મળેલી બાતમીના આધારે હરીકૃષ્ણ ઓઈલ મીલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયામાન સેડમાંથી 17 લાખથી વધુની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓનાં નામ
1. જગદીશભાઈ ધીરૂભાઈ હીરપરા
2. ભનુ ઉર્ફ કાળુભાઈ દાદાભાઈ ખાચર
3. હરેશ ઉર્ફ હકનભાઈ મનસુખભાઈ છાયાણી