રાજકોટ : જીલ્લા પંચાયતને તોડવા જવાહર ચાવડાને જવાબદારી સોપવામાં આવી હોવાની ચર્ચા

0
18

રાજકોટ:જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા જ પરિવર્તનના એંધાણા મળી રહ્યાં છે. ભાજપમાં જોડાયા બાદ જવાહર ચાવડાને રાજકોટ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાવવાની જવાબદારી સોંપવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. આહીર અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અર્જુન ખાટરીયા સહિત 6થી વધુ સભ્યોને ભાજપમાં લાવવાના મનામણાની જવાબદારી સોંપાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

કુંવરજીભાઈના ભાજપ પ્રવેશ બાદ આ આંકડો 16 સુધી પહોચી ગયો
કોંગ્રેસ શાસિત રાજકોટ જીલ્લા પંચાયતમાં ફરી એક વખત ભંગાણની ચર્ચા ચાલી રહી છે. 36 સભ્યો પૈકી 2 સભ્યો ભાજપના હતાં અને કુંવરજીભાઈના ભાજપ પ્રવેશ બાદ આ આંકડો 16 સુધી પહોચી ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 11 જેટલા સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે ફરી એક વખત જીલ્લા પંચાયતને તોડવા માટે ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા કોંગ્રેસના પ્રભારી રહી ચુકેલા અને હાલમાં જ ભાજપમાં પ્રવેશ કરી મંત્રી બનેલા જવાહર ચાવડાને જવાબદારી સોપવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકોટ જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન અર્જુન ખાટરિયા સહીત 8 જેટલા સભ્યો જવાહર ચાવડાના સંપર્કમાં હોવાથી આગામી 19તારીખે મળનાર સામાન્ય સભા પહેલા ભાજપમાં પ્રવેશ કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

ભાજપ ખોટા મેસેજ વાઈરલ કરી રહી છે-અર્જુન ખાટરિયા
જો કે અર્જુન ખાટરિયાએ આ વાતને નકારી હતી અને પાયાવિહોણી ગણાવી ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રસના સભ્યોનું મનોબળ નબળું કરવા અને તોડવા આવા ખોટા મેસેજ વાઈરલ કરી રહ્યા છે. ઉલેખ્ખનીય છે કે આ અગાઉ કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત કબ્જે કરવા જવાબદારી મંત્રી કુંવરજી બાવળિયાને સોપવામાં આવી હતી અને તેણે લઇ 14 જેટલા સભ્યોએ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે હવે જોવાનુંએ રહ્યું કે છેલ્લા 7 મહિનાથી જીલ્લા પંચાયત પર કબજો કરવા ઈચ્છતી ભાજપ સફળતા પ્રાપ્ત કરશે કે પછી કોંગ્રેસ પોતાની જીલ્લા પંચાયત સાચવામાં સફળ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here