Sunday, October 24, 2021
Homeરાજકોટ : જીવીશું તો દેશ માટે અને મરીશું તો પણ દેશ માટે,...
Array

રાજકોટ : જીવીશું તો દેશ માટે અને મરીશું તો પણ દેશ માટે, ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થપાશે: રૂપાણી

રાજકોટ: જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેસકોર્સમાં ચાર દિવસીય ડિફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. વિજય રૂપાણી સહિત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ત્રણેય પાંખના અધિકારીઓ હાજર રહ્યા હતા. રૂપાણી જણાવ્યું હતું કે, જીવીશું તો દેશ માટે અને મરીશું તો પણ દેશ માટે. ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. જે સંસ્થાઓ સૈનિક શાળાઓ માટે મંજૂરી માંગે તેને સરકાર મંજૂરીઓ આપવા તૈયાર છે.

શહીદોને શ્રદ્ધાંજલિ આપી

ડિફેન્સ યુથ ફિએસ્ટામાં વિજય રૂપાણી સહિત ઉપસ્થિત દરેક લોકોએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં જણાવ્યું હતું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ડિફેન્સ યુથ ફિએસ્ટા મોટો અવસર છે.  હુમલાથી દેશ આખામાં ગુસ્સો છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સરહદી વિસ્તારને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. વિજય રૂપાણીએ ડિફેન્સ યુથ ફિએસ્ટામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પરેડને નિહાળી હતી અને બાળકોએ બનાવેલા 500 જેટલા પ્રોજેક્ટ નિહાળ્યા હતા.
શસ્ત્રોનો લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને પ્રદર્શન
યુવાનો અને સ્કૂલના વિદ્યાર્થીઓને હવાઇ સેના, જમીન સેના, દરિયાઇ સેના કંઇ રીતે કાર્ય કરે તે જોવા અને જાણવા મળે તે માટે ‘નો યોર ડિફેન્સ ફોર્સ’ થીમ પર આગામી 24 થી 27મી ફેબ્રુઆરી સુધી ‘ડિફેન્સ યૂથ ફિએસ્ટા-2019’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલના બાળકોએ આર્મી અને બોર્ડરના પ્રોજેક્ટ બનાવ્યા છે. ડિફેન્સ યુથ ફિએસ્ટામાં ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી.ના સહયોગથી વિવિધ પ્રોજેક્ટો દ્વારા મુલાકાતીઓને આર્મી કંઇ રીતે કામ કરે છે તે જોવા અને જાણવા મળશે. તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વાઘા બોર્ડર પરેડ રેપ્લિકા, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલમાર્ચ, નેવીની ત્રણેય સૈન્ય પાંખો દ્વારા વિવિધ શસ્ત્રોનો લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને પ્રદર્શન તથા બીએસએફ દ્વારા મોકડ્રીલ અને ભાંગડા જેવા આકર્ષણો પણ અહીં લાવવા આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણો
-વાઘા બોર્ડર પરેડ માટે બાળકોને ખાસ તાલીમ અપાઇ
-નાડા બેટ પ્રદર્શન, ઇન્ડિયન નેવી દ્વારા મશાલમાર્ચ, નેવી બેન્ડ, અમર જવાન જ્યોતની પ્રતિકૃતિ, ડિફેન્સ શસ્ત્રો અને હથિયારોનું પ્રદર્શન, એક્સપર્ટ સેશન
-દેશભક્તિના વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમો, એનસીસી પરેડ
-24મી ફેબ્રુઆરીએ સ્વનિર્ભર શાળાના 25000 વિદ્યાર્થીઓ દ્વારા પરાક્રમ રેલી
-વિવિધ વિષયો પર ક્વિઝ પ્રેઝન્ટેશન અને જુદી-જુદી હરિફાઇનું આયોજન
-નેશનલ ડિફેન્સ કોન્ફરન્સ, સૈન્ય દ્વારા ટેસ્ટ ફાયરિંગનું નિર્દેશન
-વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા 500 જેટલા પ્રોજેક્ટ
રૈયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે
રૂપાણી બપારે 3 વાગે 150 ફુટ રિંગ રોડ ખાતેના સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના મેદાન ખાતે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી સત્તામંડળ, રાજકોટ પોલીસ અને દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના 35.22 કરોડના ખર્ચે રૈયા ચોકડીએ નિર્માણ થયેલા ફ્લાય ઓવર બ્રિજનું, રૂ. 41.50 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વોર્ડ નં-4 ડીમાર્ટ પાછળના નિર્મિત 616 આવાસોનું, સિવિલ હોસ્પીટલ ખાતે નવનિર્મિત રેનબસેરાનું લોકાર્પણ તથા રૂ.2.82 કરોડના ખર્ચે 14 ક્યુબીક મીટર કેપેસીટીના 10 નંગ ડમ્પરનું લોકાર્પણ કરનાર છે.
સ્માર્ટ સિટી લેઇક 2 અને 3નું ખાતમુહુર્ત
જ્યારે 151 કરોડના ખર્ચે તૈયાર થનાર માસ્ટર સિસ્ટમ ઇન્ટિગેશનનું શુભારંભ, રૂ.5.81 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્માર્ટ સિટી નોન-મોટરાઇઝડ ટ્રાન્સપોર્ટનો શુભારંભ, રૂ. 6 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્માર્ટ સિટી લેઇક 2 અને 3નું ખાતમુહુર્ત, રૂ. 29.50 કરોડના ખર્ચે થનારા અમૃત યોજના હેઠળના ડ્રેનેજ, ડી.આઇ. પાઇપલાઇન, ગાર્ડન ડેવલપમેન્ટ કામોનું ખાતમુહુર્ત, રૂ.15.20 કરોડના ખર્ચે તૈયાર થનાર આજી રિવર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સીવરેજ લાઇનનું તથા ઇસ્ટ ઝોન લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરશે. રૈયાધાર ખાતે રૂ. 1.71 કરોડના ખર્ચે તૈયાર મોર્ડન ટ્રાન્સફર સ્ટેશનનું એકસ્ટેન્શનનું ખાતમુહૂર્ત કરશે.
રીંગરોડ-2 ફેઝ-3 રસ્તાનું ખાતમુહુર્ત
આ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કાલાવડ રોડ ખાતે રૂ. 5.29 કરોડના ખર્ચે રોડના 6 લેન વાઇડનીંગ એન્ડ સ્ટ્રેનધનીંગ કામનું લોકાર્પણ, ખરેડી-મગરવાડા અને ખરેડી-ગુંદા ગામોને જોડતા રસ્તાઓનું રૂ. 2.81 કરોડના ખર્ચે થયેલ ડામરકામનું લોકાર્પણ, રૂડા વિસ્તારના વેસ્ટઝોનના વિવિધ રોડ પર રૂ. 2.07 કરોડના ખર્ચે થયેલ ડામર અને નવિનીકરણના કામનું લોકાર્પણ, 25.91 કરોડના ખર્ચે થનાર રીંગરોડ-2 ફેઝ-3 (ગોંડલ હાઇવે પારડી ગામથી કાળીપાટ ગામ 9.25 મીટર પહોળાઇમાં 10.6 કિ.મી.ના) રસ્તાનું ખાતમુહુર્ત, આણંદપર ગામે જુદા જુદા 3.7 કી.મી. લંબાઇના રસ્તાઓ ડેવલપમેન્ટ કરવાના રૂ. 4.61 કરોડના કામોનું ખાતમૂહૂર્ત કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments