Saturday, April 26, 2025
Homeરાજકોટ - જેતપુરમા સમર્પણ ગ્રુપ દ્વારા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં તેજસ્વીતા...
Array

રાજકોટ – જેતપુરમા સમર્પણ ગ્રુપ દ્વારા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં તેજસ્વીતા સન્માન સમારંભ યોજાયો

- Advertisement -
જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા તેજસ્વીતા સન્માન સમારંભ અત્રે ની જૂની લોહાણા સમાજ વાડી ખાતે યોજાયેલ આ  સમારંભ ની શરૂઆત  જેતપુર કેબિનેટ મંત્રી જયેશ ભાઈ રાંદડીયા તેમજ આમંત્રિત મહેમાન હસ્તે  દીપ પ્રાગટ્ય થી શરૂઆત કરી હતી અને ત્યાર બાદ પ્રાસંગિક પ્રવચન સાથે સમર્પણ ગ્રુપ દ્વારા તેજસ્વીતા સન્માન સમારંભ શરૂ કરવામાં આવેલ જેમા જેતપુરની નામાંકિત સ્કૂલ મા પ્રથમ નંબરે આવેલ વિધ્યાર્થીઓ ને જયેશ ભાઈ રાંદડિયા હસ્તે તેમજ આમંત્રિત મહેમાન હસ્તે વિધ્યાર્થીઓ ને આકર્ષક  ઇનામ તેમજ સમર્પણ ગ્રુપ દ્વારા મોમેટો આપી સન્માનિત કરવામાં આવીયાહતા તેમજ પત્રકારો નીલેશ મારૂ તેમજ ફારૂક મોદન તેમજ જગદીશ ગેરીયાનુ સમર્પણ ગ્રુપ દ્વારા સન્માન કરવામા આવ્યું હતુ આતકે જયેશ ભાઈ રાંદડિયા એ પોતાના પ્રવચન મા કહેલ કે સમર્પણ ગ્રુપ દ્વારા નિશ્વાર્થ ભાવે કરાતી સેવા ને હું બીરદાઉ છું અને સમર્પણ ગ્રુપ દ્વારા જ્યારે પણ મને આમંત્રણ મળે છે તો હું અચૂક હાજરી આપું છું વધુ મા તેમણે વિધાર્થીઓ ને કહેલ કે આવનારો સમય એજ્યુકેશન નો છે જેટલું વધારે એજ્યુકેશન  મા ધ્યાન આપશો તેટલા તમે આંગળ વધશો તેમ જણાવેલ હતું .આજનો આ તેજસ્વીતા સન્માન સમારંભ  મા રાજકોટ થી ડૉ તુષારભાઈ  બુધવાણિ .રાજ ભાઈ વ્યાસ .ડૉ આઈ .એમ .જોશી .ક્રિષ્ના બેન પડીયા .મહાવીર ભાઈ પટેલ .ડૉ નરેશભાઇ જોશી .વગેરે અગ્રણીઓએ હાજરી આપી વિધ્યાર્થીઓ ને સન્માનિત કરેલ આ સમગ્ર કાર્યકમ ને સફળ બનાવવમાં સમર્પણ ગ્રુપ ના પ્રમુખ હરીશભાઈ મણિયાર તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી
 ફારૂક મોદન
જેતપુર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular