રાજકોટ: દેવપરામાંથી 10 કિલો ગાંજા સાથે મહિલા પકડાઈ

0
56

રાજકોટમાં વધુ એક વખત માદક પદાર્થ ઝડપાયો છે. અગાઉ જંગલેશ્વરમાંથી લાખોનો ચરસ, ગાંજો, બ્રાઉન શુગર સહિતના માદક પદાર્થના જથ્થા સાથે મહિલાઓ અને સપ્લાયરને પણ પકડી લેવાયા હતા. ત્યાં દેવપરા વિવેકાનંદનગર શકિત હોટલવાળી શેરીમાં રહેતી સંધી મુસ્લિમ મહિલાને ભકિતનગર પોલીસે નીલકંઠ ટોકિઝ પાસેથી ૧૦ કિલો ગાંજા સાથે પકડી લીધી છે.

આ મહિલાનાં માતા-બહેન, બનેવી અને ભાણેજ ગયા વર્ષે લાખોના ગાંજા સાથે ઝડપાતાં હાલ જેલ હવાલે છે. આ તમામને જેલમાંથી છોડાવવા માટે વકીલની ફી માટે પૈસાની જરૂર હોઇ અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસાની જરૂર હોઇ, જેથી પોતે સુરતથી વેચવા માટે લાવી હોવાનું આ મહિલાએ કબૂલ્યું છે, કોઇને સપ્લાય કરે એ પહેલાં પોલીસની ઝપટે ચડી ગઇ હતી.

ભકિતનગરના કોન્સ. દેવાભાઇ ધર‌િજયા અને ભાવેશભાઇ મકવાણાને બાતમી મળી હતી કે વિવેકાનંદનગરમાં રહેતી મહેમુદા ઉર્ફ લાલૂડી હુસેન મામદભાઇ કઇડા (સંધી) (ઉ.વ.૩૫) રિક્ષામાં ગાંજો લઇને નીકળવાની છે. આ માહિતીના આધારે ટુકડીએ વોચ રાખી હતી. દરમિયાન બાતમી મુજબ એ મહિલા રિક્ષામાં પસાર થતાં તેને નીલકંઠ ટોકિઝ પાસે અટકાવી તેની પાસેના કાળા રંગના થેલાની તલાશી લેવામાં આવતાં અંદરથી ગાંજો મળ્યો હતો.

પંચની હાજરીમાં તપાસ કરવામાં આવતાં કુલ ૧૦.૪૩૦ કિલો ગાંજો થયો હતો, જેની કિંમત રૂ. ૬૨,૫૦૦ ગણી તે તથા રૂ. ૧૭૦૦ રોકડા અને ૧૦ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પીએસઆઇ બી. બી. કો‌િડયાતરે ફરિયાદી બની મહેમુદા ઉર્ફ લાલૂડી સામે એનડીપીએસ એકટની કલમ-૮ (સી) ૨૦ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર સહિતના સ્ટાફે બાતમી પરથી વોચ રાખી આ કામગીરી કરી હતી.

ભકિતનગર પોલીસ મથક ખાતે ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પીઆઇ વી. કે. ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મહેમુદા ઉર્ફ લાલુડીની માતા અમીના સુણા ગયા વર્ષે તથા આ વર્ષના પ્રારંભે એમ બે વખત નશીલા પદાર્થ સાથે ઝડપાતાં તે જેલમાં છે તેમજ મહેમુદાની બહેન મદીના ઉસ્માન જૂણેજા, બનેવી ઉસ્માન લધરભાઇ જુણેજા અને ભાણેજ અફસાના ઉસ્માન જૂણેજાને ગયા વર્ષે ૩૭૦ કિલો ગાંજા સાથે પકડી લેવાયા હતા.

આ ત્રણેય પણ જેલમાં છે. પોતાનાં પરિવારજનોને જેલમાંથી છોડાવવા અને પોતે એકલી રહેતી હોઇ ગુજરાન ચલાવવા પૈસાની જરૂર હોઇ, જેથી મહેમૂદા ગઇ કાલે સુરત ગઇ હતી અને ત્યાંના અશ્વિનીકુમાર વિસ્તારમાંથી ભૈયા પાસેથી ગાંજો લઇ એસટી બસ મારફત રાજકોટ આવી હોવાનું તેણીએ કબૂલ્યું છે. વિશેષ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here