- Advertisement -
રાજકોટ: રાજકોટ નજીક પરાપીપળીયામાં રહેતો અને રીક્ષા ચલાવતો નરેશ સોલંકી નામનો શખ્સ દર મંગળવારે દોરા-ધાગા કરી મામા સાહેબના નામે દુખ દર્દ મટાડવાનો દાવો કરી ધતીંગ કરતો હતો. આથી વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો અને તેને ઝડપી લીધો હતો. ભભુતીથી રોગ મટાડવાનું કહી લોકોને ગુમરાહ કરતો હતો.
બટુક ભોજનની આડમાં ધતીંગ
નરેશ સોલંકીએ બટુક ભોજનની આડમાં ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. જેમાં લીંબુનો ઉતાર કરવો, હાથમાં જાદુઇ વસ્તુ કાઢવી જેવી પ્રવૃત્તિઓ કરી લોકોને ગુમરાહ કરતો હતો. વિજ્ઞાન જાથાએ તેમની પાસે ખાત્રી કરાવી હતી કે આજથી તે બધા ધતીંગ બંધ કરશે અને નરેશે ખાત્રી પણ આપી હતી.