Tuesday, September 28, 2021
Homeરાજકોટ નહીં પણ આ સીટ પરથી પ્રધાનમંત્રી મોદી બીજી ઉમેદવારી નોંધાવશે
Array

રાજકોટ નહીં પણ આ સીટ પરથી પ્રધાનમંત્રી મોદી બીજી ઉમેદવારી નોંધાવશે

બીજેપીએ હાલમાં જ લોકસભા ચૂંટણી માટે 184 ઉમેદવારોની યાદી ઘોષિત કરી છે. યાદી આવ્યા બાદ રાજનીતિક ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. ચર્ચાઓ છે કે પીએમ મોદી કાશી સિવાય બીજી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. પહેલી સૂચિમાં ગાંધીનગર સીટથી અડવાણીને હટાવી અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો વારાણસીથી પીએમ મોદી જ ઉમેદવાર રહેશે. જો કે પીએમની બીજી કોઈ સીટ પર લડવાની વાત પર પાર્ટીએ હજુ મૌન ધારણ કરી રાખ્યું છે. પણ એ વાતની ચર્ચાઓ જોર પકડી રહી છે કે પીએમ ઓરિસ્સાના પુરીથી ચૂંટણી લડશે.

તો રાજકોટથી લડવાના હોવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ

અમિત શાહ ગાંધીનગર તો વડાપ્રધાન રાજકોટથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ હતી. જ્યાં બીજેપી નબળી ચાલી રહી છે. પણ હવે જ્યાં અમિત શાહ ગુજરાતથી ઉતરી રહ્યા છે, ત્યાં સંભાવના ઓછી દેખાઈ રહી છે કે, પ્રધાનમંત્રી પણ ગુજરાતથી ચૂંટણી લડશે. એવામાં એ વાતની પ્રબળ સંભાવના છે કે ઓરિસ્સા અને બંગાળમાં ફોક્સ કરી રહેલી પાર્ટી પીએમ મોદીને પુરી સીટથી મેદાનમાં ઉતારશે.

પુરીનું કાશી જેટલું જ મહત્વ

કાશીનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ યૂપી-બિહારમાં છે. તેવું જ પુરીનું મહત્વ ઓરિસ્સા અને બંગાળમાં છે. એવામાં તેઓ પુરી તરફ જઈ બંગાળને કાબુ કરવાની કોશિષ કરશે. જ્યાં મમતા બેનર્જી લાંબા સમયથી એકહથ્થુ શાસન ભોગવી રહ્યા છે. જો કે આ સીટ પરથી બીજેપીના પ્રવક્તા સંદીપ પાત્રાની ઉતારવાની પણ સંભાવના સેવવામાં આવી રહી છે. પુરી સીટ પર હજુ સુધી કોઈ ઉમેદવારને ઉતારવામાં ન આવતા અટકળો તેજ થઈ રહી છે. બીજેપીએ જે 184 સીટનું એલાન કર્યું તેમાં પુરીનો સમાવેશ નથી થઈ રહ્યો. ઓરિસ્સાની 8 સીટો પર એલાન કરવામાં આવ્યું છે. પણ પુરીનું નામ ન આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ એ જગ્યા પર ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. પાર્ટીમાં પણ અંદરખાને મોદીના નામની ચર્ચાઓ થઈ રહી છે.

કોઈ દિવસ ભાજપ પુરી નથી જીત્યું

પુરી લોકસભાની સીટ 1952થી લઈને અત્યાર સુધી જનસંઘ કે ભાજપ નથી જીતી શક્યું. આ જગ્યા પર કમળ ખીલાવવા માટેનો લોકસભામાં સૂનેરો અવસર છે. જો પ્રધાનમંત્રીને મેદાનમાં ઉતારી સીટ પર કબ્જો કરવામાં આવે તો આવનારી વિધાનસભાની બંગાળની ચૂંટણી કે ઓરિસ્સાની ચૂંટણીમાં પણ તેનો ફાયદો મળી શકે છે. હાલ આ સીટ પરથી બીજેડીના પિનાકી મિશ્રા સાંસદ છે. પણ ધાર્મિક નગરી હોવાના કારણે ભાજપને ઘણી આશા છે. અને ભાજપ આ સીટને પૂર્વમાં હિન્દુત્વની પ્રયોગશાળાના રૂપે જોઈ રહ્યું છે. બીજેપી આશા રાખી બેઠુ છે કે, લોકસભા સિવાય વિધાનસભામાં પણ પુરીના કારણે પોતાની સ્થિતિ મજબૂત કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments