રાજકોટ : પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સલામતિના નિયમો સજ્જડ બનાવાયા , આ અંતર્ગત રાજકોટ પોલીસ પણ સજાગ બની

0
29

રાજકોટ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સલામતિના નિયમો સજ્જડ બનાવાયા છે. આ અંતર્ગત રાજકોટ પોલીસ પણ સજાગ બની છે. આ દરમિયાન આજે માલિયાસણ નજીકથી એક ઇન્ડિગોને આંતરી ૧૦ પિસ્તોલ અને દેશી તમંચો તથા ૩૦ જીવતા કાર્ટીસ સાથે મધ્યપ્રદેશના જાંબુવા જીલ્લાના કોકાવદર ગામના શિવમ્ ઉર્ફ શિવો ને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટૂકડીને ઝડપી લેવામાં આવ્યો.

રાજકોટ શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસ અભિયાનની વચ્ચે તાજેતરમાં રૈયારોડ પર આવેલા નહેરૂનગરમાં નામચીન શખસે કરેલા ભડાકામાં પોલીસે તેની ધરપકડ કરી આકરી પુછપરછમાં આ હથીયાર મધ્યપ્રદેશના શખસ પાસેથી લીધું હોવાની કબુલાતના આધારે ક્રાઈમ બ્રાંચે માલીયાસણ પાસેથી હથીયારનું સપ્લાય કરવા આવેલા મધ્યપ્રદેશના શખસને ઝડપી લઈ તેની પાસેથી 11 હથીયાર, 30 જીવતા કાર્ટીસ અને કાર સહિત રૂા.3.61 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ ગુનાના ભેદ ઉકેલવા તેના રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

મધ્યપ્રદેશના જાંબવા જિલ્લામાં રહેતો અને હથીયારનું સપ્લાય કરતો શિવમ ઉર્ફે શિવો રાજકોટ આવતો હોવાની ચોકકસ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા અને પીઆઈ એચ.એમ.ગઢવીની સુચનાથી પીએસઆઈ ઉનડકટ તથા સ્ટાફના સંતોષભાઈ , મયુરભાઈ,  યુવરાજસિંહ,  ભરતભાઈ,  જગમાલભાઈ,  સંજયભાઈ,  પ્રદીપસિંહ સહિતના સ્ટાફે માલીયાસણ પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન શંકાસ્પદ ઈન્ડીકો કાર નં.જીજે 17 એન  3440ને અટકાવી ચાલકની પુછપરછ કરતા તે શિવમ ઉર્ફે શિવો ઈન્દરસિંગ અનસિંગ ડામોર હોવાનું જણાવતા પોલીસે કારની તલાશી લેતાં તેની પાસેથી 10 દેશી બનાવટની પિસ્તોલ, એક કટો, 30 જીવતા કાર્ટીસ સહિત રૂા. 3.61 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે શિવમ ઉર્ફે શિવાની ધરપકડ કરી દેશી હથીયાર, કાર્ટીસ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

 

 

 

બાઈટ_એસીપી જયદીપસિંહ સરવૈયા

શહેરમાં ગેરકાયદેસર હથીયાર રાખી જાહેરમાં ભડાકા કરી આતંક મચાવતા શખસોને અને ટપોરીઆેને કાયદાનું ભાન કરાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હુકમથી ગેરકાયદેસર હથીયારો પર રોક લગાવવા સઘન પેટ્રાેલીગનો આદેશ કરાયો હતો. જેમાં સપ્લાયર ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસની વિશેષ તપાસમાં હથીયાર ના જથ્થા સાથે પકડાયેલો શિવમ ચાર માસ પહેલા જ જાંબુવા પોલીસે મારામારીના ગુનામાં ધરપકડ કરી હોય પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here