Sunday, September 19, 2021
Homeરાજકોટ : પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવક-યુવતીએ ફિનાઇલ પીધા બાદ જાત જલાવી
Array

રાજકોટ : પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવક-યુવતીએ ફિનાઇલ પીધા બાદ જાત જલાવી

રાજકોટ: ધોરાજીના યુવાન સાથે છૂટાછેડા લીધા બાદ શાપર વેરાવળમાં માતા-પિતા સાથે રહેતી દલિત ત્યક્તા હેતલ પ્રવીણભાઇ વાઘેલા અને શાપરમાં મટનનો ધંધો કરતાં વાંકાનેરનો ત્રણ સંતાનનો પિતા આફતાબ રસુલભાઇ ખોખરે રવિવારે વાંકાનેર આરોગ્યનગરમાં પહેલા ફિનાઇલ-એસિડ પીધા બાદ જાત જલાવી લેતાં બંને ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ત્યકતા યુવતીને અને પરિણીત યુવાનને પ્રેમ થઇ ગયો હતો. પરંતુ બંને એક નહીં થઇ શકે તેમ લાગતાં આ પગલું ભરી લીધું હતું.

પતિ હેરાન કરતો હોય હેતલે છૂટાછેડા લીધા હતા: આફતાબ ચાર ભાઇમાં બીજો છે અને તેની પત્નીનું નામ મેરૂનબેન છે. તેને સંતાનમાં 7 અને 6 વર્ષની બે પુત્રી તથા પાંચ વર્ષનો પુત્ર છે. આફતાબ કેટલાક સમયથી શાપર વેરાવળમાં મટનનો ધંધો કરતો હતો. જ્યારે હેતલના લગ્ન ધોરાજીના યુવાન સાથે તેની જ્ઞાતિમાં જ થયા હતાં. તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીના માતા રેખાબેન પ્રવિણભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે હેતલને પતિ હેરાન કરતો હોય જેથી તેણીના થોડા મહિના પહેલા જ છૂટાછેડા થયા હતાં. તેના સંતાનો ધોરાજી છે. હાલમાં હેતલ અમારી સાથે જ શાપર રહેતી હતી અને કારખાનામાં કામે જતી હતી. ગઇકાલે બપોરે દોઢ-બે વાગ્યે તે કામે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. સાંજ સુધી ઘરે ન આવતાં મેં તેને ફોન કરતા તેણે જણાવ્યું હતું કે, અમારે જે કરવાનું હતું એ કરી લીધું છે, અમે ફિનાઇલ પી લીધું છે. થોડીવાર પછી તે અને આફતાબ વાંકાનેરમાં દાઝી ગયાની અને બંનેને રાજકોટ લાવ્યાની ખબર મળતા અમે રાજકોટ આવ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments