Saturday, September 25, 2021
Homeરાજકોટ : ફેસબુક હેક કરી યુઝરના મિત્રો અને સગાઓ પાસેથી નાણા માગી...
Array

રાજકોટ : ફેસબુક હેક કરી યુઝરના મિત્રો અને સગાઓ પાસેથી નાણા માગી છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

રાજકોટ: રાજકોટના ધવલભાઇ પરષોતમભાઇ નશીતનું ફેસબુક આઇડી અને મેસેન્જર હેક કરી તેના મિત્ર આશિષભાઇ સુરેશભાઇ રાણપરા પાસેથી 8500 અને રૂતુલ વલ્લભભાઇ ઠુંમરનું ફેસબુક આઇડી અને મેસેન્જર હેક કરી તેના સગા કેવીનભાઇ પ્રવીણભાઇ મોલીયા પાસેથી 5 હજાર પડાવનાર અમદાવાદનો શખ્સ જીનીયસ વિજયભાઇ પટેલને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લીધો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી જીનીયસ પાસેથી પોલીસ બે મોબાઇલ કબ્જે કર્યા છે. પોતે આઇટીઆઇ વાયરમેનનો અભ્યાસ કરે છે અને સ્વીગીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, પોતે જે-તે ફેસબુક આઇડીના અબાઉટ ફંક્શનમાં જઇ જો તે આઇડીધારકે પોતાનો મોબાઇલ નંબર લખ્યો હોય તો આરોપી પોતે તે નંબર મેળવી ફરિયાદીના ફેસબુક આઇડીના પાસવર્ડ તરીકે વાપરતો હતો. આઇડી ઓપન કરી ફરિયાદીના મિત્રો અને સગા સંબંધીઓને મેસેજ કરી પોતાના પેટીએમ વોલેટ તેમજ બેંક અકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો હતો.

આરોપીએ અત્યાર સુધીમાં 40થી 50 જેટલા ફેસબુક આઇડી હેક કર્યા હતા. ફેસબુક આઇડી ધારકના સગા સંબંધીઓ તથા મિત્રો પાસેથી અત્યાર સુધીમાં અંદાજીત એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી પોતાના પેટીએમ વોલેટ તેમજ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. છેલ્લા છ મહિનાથી આરોપી આવા ગુના આચરી તે રકમ પોતાના મોજશોખ પૂરા કરવા વાપરતો હતો. આરોપીએ અગાઉ પારડીમાં એનજીઓ ચલાવનાર મહિલાએ સ્નેક કેચરનો વીડિયોની યુ ટ્યુબ ચેનલ હેક કરવા બાબતે આરોપી વિરૂદ્ધ વલસાડ પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાવ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. બાદમાં તે જામીન પર મુક્ત હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments