Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : CP એ PUBG ગેમ પર પ્રતિબંધ મુક્યો
Array

અમદાવાદ : CP એ PUBG ગેમ પર પ્રતિબંધ મુક્યો

અમદાવાદ: શહેરમાં પણ પબજી ગેમ અને મેમો ચેલેન્જર ગેમ રમવા  ઉપર આજ થી પ્રતિબંદ લાદી દેવાયો છે. આ બંને ગેમ રમવાથી બાળકો તેમજ યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધી રહ્યું હતુ અને તેની સીધી જ અસર તેમના અભ્યાસ ઉપર પડી રહી હતી. જેની ગંભીરતાથી જેથી પોલીસ કમિશનર એ.કે.સિંઘ એ તા.13 માર્ચ 2019 ના બુધવારે રાતે 12 વાગ્યા થી આ બંને ગેમ રમવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે.

PUBG ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે PUBG ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશન દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટ, સુરત, જામનગર, અરવવલી, દેવભૂમિ દ્વારકા સહિતના શહેરોમાં પણ PUBG ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments