Saturday, September 25, 2021
Homeરાજકોટ બેઠક પર કગથરાને ટિકિટ મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા નારાજ
Array

રાજકોટ બેઠક પર કગથરાને ટિકિટ મળતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા નારાજ

રાજકોટ: કોંગ્રેસ દ્વારા ગુરૂવારે ગુજરાતની સાત લોકસભાની બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ બેઠક પર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને ટિકિટ મળતા રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જુથવાદ સામે આવ્યો છે. જિલ્લા પ્રમુખ હિતેશ વોરાએ નારાજગી વ્યક્ત કરી છે.

હિતેશ વોરાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ છોડવાનો નથી. આગામી સમયમાં લેઉવા પટેલ સમાજ સાથએ બેઠક યોજીશ. રાજકોટ બેઠક પર હિતેશ વોરાને ટિકિટ આપવા માટે અગાઉ પણ ઉપપ્રમુખ દ્વારા માગણી કરવામાં આવી હતી અને ચિમકી ઉચ્ચારી હતી કે જો હિતેશ વોરાને ટિકિટ નહીં આપવામાં આવે તો મારા સહિત હોદ્દેદારો રાજીનામા આપી દઇશું. રાજકોટ જિલ્લામાં આંતરિક જુથવાદ સપાટી પર આવતા જ રાજકારણ ગરમાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments