Tuesday, September 21, 2021
Homeરાજકોટ : ભત્રીજા એ પ્રેમની ચુંગાલમાં ફસાવી શિક્ષિકા પર દુષ્કર્મ આચર્યું
Array

રાજકોટ : ભત્રીજા એ પ્રેમની ચુંગાલમાં ફસાવી શિક્ષિકા પર દુષ્કર્મ આચર્યું

રાજકોટ: ચોટીલાના થાનગઢમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને અપરિણીત હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવી થાનગઢના શખ્સે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમી પરિણીત હોવાનો ભાંડો ફૂટતાં તેના સકંજામાંથી છૂટવા શિક્ષિકા અને તેના પરિવારજનો રાજકોટ આવી ગયા હતા. પરંતુ ત્રાસમાંથી મુક્તિ મળી નહોતી. દુષ્કર્મ આચરનારના કાકા પાસે યુવતી અને તેના પરિવારજનો આશ લઇને પહોંચ્યા હતા તો કાકાએ પણ યુવતીની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી તેને અવાવરૂ ઓરડીમાં ચાર દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે કાકાને દબોચી લઇ ભત્રીજાની શોધખોળ શરૂ કરી હતી.

રાજકોટમાં રહેતી 32 વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે થાનગઢના વનરાજસિંહ ભરતસિંહ પરમાર અને રાજકોટ રહેતા તેના કાકા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના જયદેવસિંહ પરમારના નામ આપ્યા હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ પોતે તથા તેનો પરિવાર થાનગઢ રહેતો હતો અને યુવતી ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. થાનગઢમાં જ રહેતા વનરાજસિંહ પરમારે યુવતીને પ્રેમજાળમાં ફસાવી પોતે અપરિણીત હોવાનું કહી લગ્નની લાલચ આપી અનેક વખત શિક્ષિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

પ્રેમી વનરાજસિંહ પરિણીત હોવાનો ભાંડો ફૂટતાં શિક્ષિકાએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ વનરાજસિંહ પરાણે સંબંધ રાખવાનું કહી શિક્ષિકા અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતો હતો. વનરાજસિંહની ધમકીથી ગભરાઇ ગયેલો પરિવાર રાજકોટ રહેવા આવી ગયો હતો. પરંતુ વનરાજના ત્રાસનો અંત આવ્યો નહોતો. શિક્ષિકાને વનરાજથી મુક્ત કરાવવા યુવતી અને તેના પરિવારજનો રાજકોટમાં રહેતા વનરાજના કૌટુંબિક કાકા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જયદેવ પરમારને મળ્યા હતા. યુવતીને જોઇ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાની દાનત બગડી હતી અને યુવતીને વનરાજસિંહથી દૂર સલામત સ્થળે થોડા દિવસ માટે લઇ જવાનું કહી યુવતીના પરિવારજનોને વિશ્વાસમાં લીધા હતા.

પોલીસે ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરી: ગત તા.2ના રાત્રીના ધર્મેન્દ્ર યુવતીને લઇ રાજકોટના વિમલનગરમાં આવેલા ઢોર બાંધવાના એક વરંડામાં લઇ ગયો હતો અને ત્યાં એક ઓરડીમાં ચાર દિવસ સુધી યુવતીને ગોંધી રાખી ચાર વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તા.5ના વહેલી સવારે ધર્મેન્દ્ર ગાઢ નિંદ્રામાં હતો ત્યારે મોકો મળતાં જ યુવતી તેની કાર લઇને ત્યાંથી ભાગીને પોતાના ઘરે આવી ગઇ હતી. યુવતીની આપવીતી સાંભળી તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે કાકા-ભત્રીજા બંને સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરી હતી જ્યારે નાસી છૂટેલા વનરાજસિંહની શોધખોળ આદરી હતી.

થાનગઢમાં રહેતી શિક્ષિકાને વનરાજે શરૂઆતમાં તો પોતે અપરિણીત હોવાનું કહી લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યા હતા. વનરાજ પરિણીત હોવાનો ભાંડો ફૂટતાં પત્ની સાથે છૂટાછેડા લઇ લગ્ન કરી લેશે તેવો ખેલ પાડ્યો હતો અને થોડા દિવસ બાદ છૂટાછેડાના કાગળો પણ બતાવ્યા હતા, પરંતુ વનરાજે અગાઉ પણ એક યુવતી સાથે લગ્ન કરી તેની સાથે છૂટાછેડા લીધા હતા તે કાગળો બતાવી છેતરપિંડી આચર્યાનું યુવતીના ધ્યાને આવતા તેણે વનરાજથી મુક્તિ મેળવવા થાનગઢ છોડી દીધું હતું. જોકે આમ છતાં યુવતી વનરાજ અને તેના કાકાના કરતૂતોથી બચી શકી નહોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments