રાજકોટ : ભાજપ – કોંગ્રેસનાં કોર્પોરેટરો એ 1 મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી

0
39

મનપામાં આજે મેયરના અધ્યક્ષસ્થાને ચાલુ નાણાંકીય વર્ષનું રિવાઇઝ બજેટ અને આગામી 2019-20ના વર્ષનું અંદાજ પત્ર મંજૂર કરવા સહિત 14 દરખાસ્તો માટે જનરલ બોર્ડની બેઠક યોજાઈ છે. જેમાં પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરોએ 1 મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે. આ બેઠક માં 2018-19નું રિવાઇઝડ બજેટ, 2019-20નું અંદાજપત્ર મંજૂર કરવા, પાણીદર નિયત કરવા, સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, મિલકત વેરા વળતર યોજના અંગે, ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા, કાર્પેટ એરિયા આધારિત વેરા પધ્ધતિના નિયમોમાં ફેરફાર કરવા સહિતની 14 દરખાસ્તો મુકવામાં આવશે. જો કે સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી તમામ કરવેરાની દરખાસ્ત નામંજૂર કરી છે તેથી અંદાજપત્રમાં મુકવામાં આવેલા પ્રોજેક્ટ અને સુવિધા ઉપર જ ઉગ્ર ચર્ચા થશે. બીજી તરફ જનરલ બોર્ડમાં વિરોધ કરવા માટે પ્રથમ વખત શહેર કોંગ્રેસે તેમના કોર્પોરેટરોની મિટિંગ બોલાવી હતી. સોમવારે સાંજે મળેલી કોંગ્રેસની મિટિંગમાં અંદાજપત્ર ઉપર કેવી રીતે અને કોણ કોણ ચર્ચા કરશે તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

 

 

 

 

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે ભાજપના તમામ કોર્પોરેટરો પોતાના એક મહિનાનો પગાર શહીદોના પરિવારજનોને અર્પણ કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ કોર્પોરેટરોનો પગાર શહીદોના પરિવારજનોને આપવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતા સાથે ચર્ચા કરી હતી અને તેમણે સહમતી આપી છે તેથી કોંગ્રેસના તમામ કોર્પોરેટરો પણ એક મહિનાનો પગાર આપશે.                                                                                       બાઈટ : સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here