રાજકોટ : ભીસ્તીવાડ અને જંકશનમાં અસામાજીક તત્વોનો આતંક, કાર-રિક્ષાઓમાં તોડફોડ,

0
40

રાજકોટ:ભીસ્તીવાડમાં રહેતા અને અગાઉ અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચુકેલા હકુભા ખિયાણીએ ગતરાત્રીએ સાગ્રીતો સાથે મળી પોતાના જ સગા ભાણેજ ઈમરાન મેણુની કારમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ સાથે જ તેમની ગાયોને પણ ધોકા ફટકારી ધમાલ મચાવી હતી. જે બાદ જંક્શન પ્લોટમાં રહેતા ઈમરાનના ભાઈ ઈરફરાનના ઘરે જઈ ત્યાં પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં 7 વર્ષની બાળાને ઈજા પહોંચી હતી.

2 દિવસ પહેલા હકુભા ઘર પાસે ગાળો બોલતો હતો જેથી ઈમરાને દૂર જવાનું કહેતા માથાકુટ થઈ હતી. જેથી ઈમરાને ફરિયાદ કરી હતી. જેનો ખાર રાખી હકુભાએ ગતરાત્રે ધમાલ મચાવી હતી અને ગાયોને પણ ધોકા માર્યા હતાં. તોડફોડનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી હકુભા અને તેના સાથીઓ ભાગી ગયા હતા. બાદમાં બાર વાગ્યા આસપાસ જંક્શન પ્લોટમાં રહેતા ઈમરાનના ભાઈ ઈરફાનના ઘરે જઈ તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો. જેમાં 7 વર્ષની બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇમરાને એવો આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી વખતે પોતે અને સેવા સમિતીના સભ્યો મોહનભાઇ કુંડારીયાને મળવા જતાં હતાં. ત્યારે હકુભાએ સાથે આવવાનું કહેતાં તેને સાથે ન લઇ જતાં તે બાબતનું પણ મનદુઃખ ચાલતું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here