Saturday, September 25, 2021
Homeરાજકોટ : મતદાન જાગૃતિ માટે 800 વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી 'વોટ'ની પ્રતિકૃતિ રચી
Array

રાજકોટ : મતદાન જાગૃતિ માટે 800 વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી ‘વોટ’ની પ્રતિકૃતિ રચી

રાજકોટ: રાજકોટમાં મતદાન જાગૃતિ માટે વિરાણી સ્કૂલ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 800 વિદ્યાર્થીઓે માનવસાંકળ રચી વોટની પ્રતિકૃતિ રચી હતી. શાળા સંચાલકોએ વિશ્વ વિક્રમનો દાવો કર્યો હતો. તેમજ મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા શાળાઓમાં અઢી લાખ સંકલ્પ પત્રો ભરાવ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાના વાલીઓને પોસ્ટકા4ડ લખી મતદાન કરવા અનુરોધ કરશે.

રાજકોટ જિલ્લામાં 1947 શખ્સો સામે અટકાયતી પગલા: લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાંથી 1947 શખ્સો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં પરવાનાવાળા 1150 હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે. 9 પાસાની દરખાસ્ત તથા 25 શખ્સોને તડીપાર કરવાની દરખાસ્ત કરાઇ છે. જિલ્લાના સંવેદનશીલ મથકો અને અસુરક્ષિત વિસ્તારોમાં કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments