રાજકોટ : મહાનગર પાલિકા ની સામાન્ય સભા માં વિપક્ષ નો જોરદાર હંગામો,

0
63
????????????????????????????????????????????

રાજકોટ મહાનગર પાલિકાની આજે સામાન્ય સભામાં વિપક્ષનો જોરદાર હંગામો, નાળાના અને રોગચાળાના પોસ્ટર દેખાડી વિરોધ કર્યો, પોલીસે ટીંગા ટોળી કરતા કોર્પોરેટરો સાથે ઝપાઝપી

 

 

રાજકોટ મહાનગર પાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા વરસાદી પાણીના નિકાલના પ્રશ્ને હોબાળો થયો હતો. રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ અને સત્તાધીશ પક્ષના સભ્યો વચ્ચે હોબાળો ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની નોબત આવી હતી. ત્યારબાદ પોલીસ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું.

રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડની મીટિંગમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ વરસાદી પાણીના પ્રશ્નો કર્યા હતા. ત્યારે સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો.

બાઈટ : નીતિનભાઈ

 

 

રાજકોટના પોપટપરાના નાળાના અને રોગચાળાના પોસ્ટર દેખાડી વિરોધ કર્યો હતો. વિરોધ કરતા પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આથી કોંગ્રેસના કોર્પોરેટરોએ રામધૂન બોલાવતા પોલીસે પકડી પકડીને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા. વિપક્ષના સભ્યોએ સામાન્ય સભામાં રામધૂન બોલાવી હતી. સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ બેનર સાથે વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસ આવી હતી અને વિરોધ કરી રહેલા સભ્યો પાસેથી પોલીસે બેનર જપ્ત કર્યા હતા.

 

જનરલ બોર્ડમાં હોબાળો થતા પોલીસે કોંગ્રેસના તમામ કોર્પોરેટરને બહાર કાઢતા વિપક્ષે પોલીસની દાદાગીરીનો આક્ષેપ કર્યો હતો. બોર્ડમાં પપોટપરાનું નગરનાળુ મુદ્દો બન્યો હતો. અમુક રસ્તાઓ પર હજુ પાણી ઓસર્યા નથી. વોર્ડ નં. 11ના કોર્પોરેટર પારૂલબેને ઉપવાસ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

કેમેરામેન ઘીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, CN24NEWS, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here