Monday, October 18, 2021
Homeરાજકોટ મહાપાલિકાનું 2057 કરોડનું બજેટ, લોકો પર 16.5 કરોડનો વધારાનો વેરો ઝીંકાયો
Array

રાજકોટ મહાપાલિકાનું 2057 કરોડનું બજેટ, લોકો પર 16.5 કરોડનો વધારાનો વેરો ઝીંકાયો

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનું આજે વર્ષ 2019-20ના વર્ષનું 2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક અને પ્રદૂષણ નિવારણ પર ભાર મુકતું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને કમિશનર બંછાનિધી પાનીએ પરત કર્યું હતું. બજેટમાં રાજકોટના લોકો પર વધારાનો 16.5 કરોડનો વેરો ઝીંકવામાં આવ્યો છે.

નળકનેક્શન ન હોય તેવા મિલકતધારકો પર વોટર ટેક્સ ઝીંકાયો

બજેટમાં નળકનેક્શન ન હોય તેવા મિલકતધારકો પર પણ વધારાનો વોટર ટેક્સ ઝીંકવામાં આવ્યો છે. ડ્રેનેજ અને કન્ઝર્વન્સી ચાર્જ ફરી લાદવામાં આવ્યા છે. 25 લાખથી વધુની કિંમતના વાહનોમાં વેરો 1.75થી 4 ટકા કરવામાં આવ્યો છે.

બજેટમાં ક્યાં શું બનશે

– રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે અન્ડરબ્રિજ
– સિવિલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ
-કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ
– પશ્ચિમ રાજકોટમાં નવા 3126 આવાસો
– નવી 90 આંગણવાડીઓનું નિર્માણ
-કોઠારીયા અને ઢેબર રોડ પર નારાયણનગરમાં બે હોસ્પિટલ
– પાડાસણ, અમરગઢ, બાધી, રાજગઢમાં ચાર માલધારી વસાહતો
– 150 ફૂટ રિંગ રોડ પર બે ફૂટ ઓવરબ્રિજ
– દસ્તુર માર્ગ, આજી ચોકડી, બીઆરટીએસ ટ્રેક પર હેપી સ્ટ્રીટ
– કોઠારીયા અને ભગવતીપરામાં બે નવી હાઇસ્કૂલ
– દરેક ગર્લ્સ સ્કૂલમાં સેનેટરી વેન્ડિંગ મશીન
– શહેરના 12 રાજમાર્ગો પર પાર્કિંગ ચાર્જ
– નવી 200 ઇલેક્ટ્રીક બસની ખરીદી
– નવી 100 બેટરી ઓપરેટેડ ઇ રિક્ષાની ખરીદી
– સાઇકલ ખરીદી પર પ્રોત્સાહન સ્વરૂપે 1 હજારનું રિફંડ
-350 કરોડના ખર્ચે સ્પોર્ટસ રેનાનું આયોજન કરવામાં આવ્યું                                                           -100 કરોડનો સર્વોત્તમ પ્રોજેકટ                                                                                               – 40 કરોડના ખર્ચે ઈન્ટરનેટ માટે ફાઇબર કેબલ.
– રૈયા સ્મશાનને ભારતનું સૌથી શ્રેષ્ઠ સ્મશાન બનાવવામાં આવશે

2019-20ના વર્ષમાં ટેક્સનો ટાર્ગેટ

– પ્રોપર્ટી ટેક્સનો ટાર્ગેટ 300 કરોડ
– જમીન વેચાણનો ટાર્ગેટ 100 કરોડ
– હોર્ડિંગ આવક ટાર્ગેટ 6.50 કરોડ
– એફએસઆઇ વેચાણ ટાર્ગેટ 100 કરોડ
– વ્હિકલ ટેક્સ ટાર્ગેટ 19 કરોડ
– શોપ લાયસન્સ ઓનલાઇન આપવા દરખાસ્ત
– પ્રોફેશનલ ટેક્સ ઓનલાઇન કરવા દરખાસ્ત
– ફાયર એનઓસી ઓનલાઇન આપવા દરખાસ્ત
– ડિજીટલ પેમેન્ટ પર રૂ.50થી 250 સુધીનું ડિસ્કાઉન્ટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments