Saturday, September 25, 2021
Homeરાજકોટ માં રૂ. 3.33 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું, 1 લાખ...
Array

રાજકોટ માં રૂ. 3.33 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું, 1 લાખ બોટલ નો નાશ

રાજકોટ:ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના ઠરાવ અનુસાર રાજકોટમાં ગેરકાયદે આયાત કરવામાં આવેલા દારૂ પર પોલીસે સોખડા ગામ નજીક આજે બુલડોઝર ફેરવ્યું હતું. 470 કેસમાં પકડાયેલા 3 કરોડ 33 લાખ 86 હજાર 120 રૂપિયાની કિંમતનો કુલ 1 લાખ 6 હજાર 342 નંગ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.

ઝોન-1માં ભક્તિનગર, થોરાળા, આજી અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં 225 દારૂના કેસમાં 37,420 નંગ ઝડપાયા હતા. જેની અંદાજીત કિંમત રૂપિયા 1 કરોડ 4 લાખ 73 હજાર 940 હતી. જ્યારે ઝોન-2માં પ્ર.નગર, ગાંધીગ્રામ અને યુનિ. પોલીસ સ્ટેશનમાં 143 દારૂના કેસમાં દારૂના 9668 નંગ ઝડપાયા હતા. જેની કિંમત 28 લાખ 70 હજાર 45 રૂપિયા હતી. જ્યારે ક્રાઈમ વિભાગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 102 કેસમાં 59254 નંગ ઝડપી પાડ્યા હતા. જેની કિંમત 3 કરોડ 42 હજાર 135 હતી. આમ કુલ 3 કરોડ 33 લાખ 86 હજાર 120 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા પર પોલીસે આજે બુલડોઝર ફેરવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments