Wednesday, September 22, 2021
Homeરાજકોટ મુંબઈ ની જેટ એરવેઝ ફ્લાઈટ એક મહિના માટે કેન્સલ
Array

રાજકોટ મુંબઈ ની જેટ એરવેઝ ફ્લાઈટ એક મહિના માટે કેન્સલ

રાજકોટ:31 માર્ચથી 30 એપ્રિલ સુધી જેટ એરવેઝે તમામ ફ્લાઈટ કેન્સલ કરી છે. જ્યારે આજથી 29 માર્ચ સુધી પણ રાત્રીની ફલાઈટ એકાતરા કરી નાખવામાં આવી છે.

હાલ રાજકોટમાં જેટ એરવેઝ દ્વારા રાજકોટ-મુંબઈ-રાજકોટ વચ્ચે દરરોજ બે ફલાઈટ ઓપરેટ કરવામાં આવે છે. જેટ એરવેઝ દ્વારા અમુક સેકટરોની વિમાની સેવા બંધ કરી દેવામાં આવી છે. કેમકે અમુક એરક્રાફટ ગ્રાઉન્ડ કરી દેવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં આગામી તા.31મીથી 30 એપ્રિલ સુધી સવાર અને સાંજની ફલાઈટ કેન્સલ કરવામાં આવી છે. સાથોસાથ આજથી 29 માર્ચ સુધી રાત્રીના જે ફલાઈટ ઓપરેટ કરવામાં આવે છે તે પણ એકાતરા કરી નાખવામાં આવી છે. એકાએક બંને ફલાઈટ કેન્સલ કરી નાખવાના કારણે મુસાફર વર્ગ ભારે પરેશાનીમાં મુકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments