Monday, September 20, 2021
Homeરાજકોટ : રિપોર્ટ પોઝિટિવ આવતાં મહિલાએ સવારે 4 વાગ્યે પાંચમા માળેથી છલાંગ...
Array

રાજકોટ : રિપોર્ટ પોઝિટિવ આવતાં મહિલાએ સવારે 4 વાગ્યે પાંચમા માળેથી છલાંગ લગાવી

રાજકોટ જિલ્લામાં કોરોનાએ હવે તો કાળો કેર વર્તાવ્યો છે. કોરોના પોઝિટિવ સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીએ આપઘાત કર્યાનો રાજકોટ જિલ્લામાં આજે ત્રીજો બનાવ બન્યો છે. શહેરના મોરબી રોડ પર આવેલી તિરુપતિ સોસાયટીના નિરુબેન ભલગામા (ઉં.વ.53)નો ગઇકાલે જ પોઝિટિવ રિપોર્ટ આવતાં સમરસમાં દાખલ કરાયાં હતાં, પરંતુ આજે વહેલી સવારે ચાર વાગ્યે પાંચમા માળની બાલ્કનીમાંથી કૂદી પડ્યાં હતાં. અવાજ સાંભળી ડોકટર-સ્ટાફ દોડી ગયો હતો, પરંતુ નિરુબેને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. હતાશામાં આવી નિરુબેને આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

હતાશામાં કદાચ આ પગલું ભર્યું હોવાની શક્યતા
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલ કે જે હાલમાં સમરસ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. કોરોનાના દર્દીઓને અહીં રાખી સારવાર કરવામાં આવે છે. એમાં ગઇકાલે જ કોરોનાથી સંક્રમિત થયેલાં 53 વર્ષના મહિલાને દાખલ કરવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે ચારેક વાગ્યે તેમણે પાંચમા માળે બાલ્કનીમાંથી પડતું મૂકી દેતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. પોતે કોરોનામાંથી બહાર નહી આવી શકે એવી હતાશામાં કદાચ આ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. આ સિવાય કોઇ કારણ તો નથી ને? એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ ખસેડાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે આવેલી સમરસ કોવિડ હોસ્પિટલના પાંચમા માળની બાલ્કનીમાંથી વહેલી સવારે ચાર વાગ્યે કોરોના પોઝિટિવ દર્દી નિરુબેન રમેશભાઇ ભલગામાએ પડતું મૂકી આપઘાત કરી લેતાં હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગેની જાણ હોસ્પિટલના નાઇટ ડ્યૂટીમાં રહેલા ડો. અંકુરભાઇ પટેલે કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના સાજીદભાઇ ખિરાણી અને અનુજભાઇ ડાંગરે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવા કાર્યવાહી કરી હતી.

મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો.

3 દિવસ પહેલાં કોરોના દર્દીએ ગોંડલના વાસાવડમાં આપઘાત કર્યો હતો
કોરોના કહેર અને મોતના આંકડાથી માનવજીવન ફફડી રહ્યું છે, ત્યારે ગોંડલમાં અરેરાટી થાય એવો એક કિસ્સો 3 દિવસ પહેલાં સામે આવ્યો છહતો. ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આથી વાસાવડ ગામે દરગાહની અંદર જઈ છરી વડે ગળું કાપી આત્મહત્યા કરી લેતાં તાલુકા પોલીસ દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે આવેલી હઝરત સૈયદ હાનુ દિન દરગાહમાં ગળું કપાયેલી હાલતમાં લોહીથી લથબથ લાશ પડી હોવાની તાલુકા પોલીસને જાણ થઇ હતી. આથી PSI એમ.જે. પરમાર સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રથમ વૃદ્ધની ઓળખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. દરમિયાન માલૂમ પડ્યું હતું કે વૃદ્ધ ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગિયા છે. પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખ બતાવી અને પોતે તેમને સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતું.

ત્રણ દિવસ પહેલા ગોંડલના વાસાવડમાં દરગાહમાં કોરોના દર્દીએ આપઘાત કર્યો હતો.
ત્રણ દિવસ પહેલા ગોંડલના વાસાવડમાં દરગાહમાં કોરોના દર્દીએ આપઘાત કર્યો હતો.

નાના પુત્રએ ફોન કરતાં પિતાએ કહ્યું, હું થોડીવારમાં ઘરે આવી જઇશ
જેન્તીભાઈના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઈની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઘરે ઓક્સિજનથી સારવાર ચાલી રહી હતી. દરમિયાન સવારના કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. નાના પુત્રને ફોન કરતાં પિતાએ જણાવ્યું હતું કે હું મોવિયા ગામ પાસે છું. સુરક્ષિત રીતે થોડીવારમાં ઘરે આવી જઈશ, પરંતુ ઘણા સમય સુધી ઘરે ન આવતાં પોલીસનો ફોન આવતાં ઘટનાની જાણ થઈ હતી. જેન્તીભાઈ વાસાવડ દરગાહમાં અવારનવાર દર્શને આવતા હતા અને હઝરત સૈયદને પોતાના ગુરુ માનતા હતા. પોતાના ઘરે ગુરુનો ફોટો પણ રાખ્યો હતો અને પૂજાઅર્ચના પણ કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments