Sunday, October 24, 2021
Homeરાજકોટ રૂરલના ASIનો પુત્ર રિવોલ્વર સાથે ઝડપાયો, 
Array

રાજકોટ રૂરલના ASIનો પુત્ર રિવોલ્વર સાથે ઝડપાયો, 

રાજકોટ: રૂરલ પોલીસમાં હાલ હેડ ક્વોર્ટર ખાતે ફરજ બજાવતા અનાર્મ ASI અકુલદાસ ગોંડલિયાના 28 વર્ષીય પુત્ર પ્રતિપાલ ઉર્ફે સીતારામને SOGએ દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે તેને જામનગર રોડથી રેલનગર તરફ જવાના રસ્તા પરના અન્ડરબ્રીજ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લેવાયો હતો.
આરોપી પાંચ વર્ષ પહેલા પ્ર.ગર પોલીસમાં ખૂનની કોશિષ અને મારામારીના ગુનામાં પકડાયો હતો. આ ઉપરાંત એ ડિવિઝન અને વિંછીયા પોલીસમાં પણ તે મારામારીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. આરોપીએ પોલીસને એવી કબુલાત આપી છે કે બે વર્ષ પહેલા તે જ્યારે જેલમાં હતો ત્યારે તેની બેરેકમાં સાથે રહેતા અને હાલ આજી ડેમ પાસેના ભારતનગરમાં રહેતા નિલેશ ભૈયા સાથે મિત્રતા થઈ હતી.
જેલમાંથી છૂટયા પછી પણ બંને અવારનવાર મળતા હતા. એક વખત નિલેશ ભૈયાએ તેની પાસે 15 હજાર ઉછીના લીધા હતા. ત્યારબાદ અવારનવાર ઉઘરાણી કરવા છતાં તે આ રકમ પરત આપી શક્યો ન હતો. એક દિવસ નિલેશ ભૈયાએ તેને પિસ્તોલ આપી હતી અને કહ્યું હતું કે રૂપિયા આપી પોતે આ પિસ્તોલ પરત લઈ જશે. જો કે તેની આ કેફિયતમાં કેટલું તથ્ય છે તે પણ પોલીસ ચકાસી રહી છે અને નિલેશ ભૈયાની શોધખોળ શરૂ કરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments