Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટ : રેશ્મા પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી , હાર્દિકને ટેકો, ...
Array

રાજકોટ : રેશ્મા પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી , હાર્દિકને ટેકો, ભાજપમાંથી છેડો ફાડું છું.

રાજકોટ: રેશ્મા પટેલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ભાજપને પાડી દેવા એક થઇને લડવું પડશે. ભાજપમાંથી હું વિધિવત રીતે છેડો ફાડી રહી છું, માનસિકની સાથે ઓફિશિયલી રાજીનામું આપી દીધું છે. આ માટે ને ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે. હાર્દિક પટેલને મારૂ સમર્થન છે. ભાજપનો ખેસ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયે મોકલી દઇશ.

સરપંચ સંપર્ક અભિયાન મેે શરૂ કરી દીધું છે

રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉપલેટાને મે મારૂ ચૂનાવી સેન્ટર બનાવ્યું છે. પોરબંદર લોકસભા અને માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે કે ગઠબંધનમાં તક નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ. તેમજ મે લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન મેં શરૂ કર્યું છે.
અમિત શાહની તાનાશાહીથી કાર્યકરો થાકી ગયા
અમિત શાહની તાનાશાહીથી કાર્યકરો હવે થાકી ગયા છે. હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પ્રચારમાં જઇશ અને મારો તેને ટેકો છે. હાર્દિકના સમર્થનમાં પ્રચાર કરીશ. ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં મેં જણાવ્યું છે કે, હવે હું ભાજપમાં રહી સહન કરવાની હાલતમાં નથી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે….
– ભાજપની ખોટી નીતિઓ અને ખોટી યોજનાઓના માર્કેટિંગ દ્વારા જનતાને છેતરવાનું કામ શીખવાડવામાં આવે છે અને કરવામાં આવે છે
-ભાજપના નેતાઓની તાનાશાહી, માનસિકતા હંમેશા કાર્યકરોને દબાવે છે
-કાર્યકરોને મજૂરીયા બનાવી માત્ર ગધા મજૂરી માટે જ પક્ષમાં રાખવામાં આવે છે
– મારી સહનશક્તિ નથી એટલા માટે હું લોકહિત માટે રાજીનામું આપું છું
– તાનાશાહી નેતાઓની પાપની ભાગીદારીમાંથી મુક્ત થાવ છું
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments